વિજય સંકલ્પ યાત્રામાં હાર્દિકે કહ્યું વિજયભાઇએ મારો આભાર માનવો જોઇએ કે મારા કહેવાથી તેને સાચવી રાખ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોટા દડવા: પાટીદાર સમાજને અનામત આપવાની, ખેડૂતોનું સંપૂર્ણ દેવુ માફ કરવાની માંગણી સાથે અને વિજય સંકલ્પ આમરણાંત ઉપવાસના સફળ આયોજનના ભાગરૂપે આજે જસદણના મોટા દડવાથી વિજય સંકલ્પ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જેમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, વિજયભાઇએ મારો આભાર માનવો જોઇએ કે મારા કહેવાથી તેને સાચવી રાખ્યા છે

 

ખેડૂતોને પાણી ન આપવું તેનો મતલબ રિયાલન્સ, અદાણીને અપાય છે

 

હાર્દિકે વિજય રૂપાણીને લઇને કહ્યું હતું કે, ક્યારેક બંધ બારણે વિજયભાઇને પૂછજો તો કહેશે કે હાર્દિકના કહેવાથી હું રહી ગયો છું. એપીએમસીમાં રોજ 70 હજાર બોરી જ મગફળી લેવામાં આવે છે આથી ખેડૂતો જાય ક્યાં. સિંચાઇનું પાણી સરકારે બંધ કર્યું છે તેમાં ખેડૂતોને પાણી ન આપવું તેનો મતલબ એવો થાય છે કે પાણી રિલાયન્સ, અદાણીને આપવામાં આવી રહ્યું છે.

 

25 ઓગસ્ટે અમદાવાદમાં અમરણાંત ઉપવાસ આંદોલન

 

હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતોને શું તકલીફો થાય છે તે તમે લોકો જાણો છો. ખેડૂતને એક બોરી મગફળી કેમ થાય તેની ખબર હોય ત્યારે મગફળીના આખા ગોડાઉન સળગી જાય છે. ખેડૂતોનું દેવું માફ થાય તે માટે અમે 25 ઓગસ્ટે અમદાવાદમાં અમે આમરણાંત ઉપવાસ આંદોલન કરી રહ્યા છીએ. પાટીદાર સમાજના યુવાનોને શિક્ષણ, નોકરીમાં પડતી મુશ્કેલીઓને લઇને આ અમારી લડાઇ છે. ખેડૂતોને પાણી નથી આપવામાં આવી રહ્યું. જ્યારે મોદીને સી પ્લેનથી ઉતરવું હતું ત્યારે પાણી છોડવામાં આવ્યું હતું. રાજકોટના શાપરની અંદર મગફળી સળગી તેમાં હજુ એફઆઇઆર નથી નોંધાઇ, ત્રણ મહિના થઇ ગયા. ખોટા લોકોને આની અંદર છાવરવામાં આવી રહ્યા છે. ચીમન સાપરીયા કૃષિમંત્રી હતા ત્યારે ઘણા બધા મગફળી કૌભાંડો કરવામાં આવ્યા હતા. 

 

સંકલ્પ યાત્રા કે સેલ્ફી યાત્રા

 

મોટાદડવામા હાર્દિક પટેલે દડવાથી દ્વારકા સુધી વિજય સંકલ્પ યાત્રા સેલ્ફી યાત્રા બની હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. હાર્દિક દરેકની બાજુમાં ઉભો રહી સેલ્ફી લેતો નજરે પડ્યો હતો. અમુક લોકો સેલ્ફી લેવા દીધી હોવાથી હાર્દિકને પગે લાગ્યા હતા. ખૂબ મજા આવી સેલ્ફી લેવાની એવી વાતો થઈ હતી. 


70 કારના કાફલા સાથે યાત્રાનું પ્રસ્થાન 

 

વિજય સંકલ્પ યાત્રામાં 70 કાર, અસંખ્ય બાઇક જોડાયા છે. ડી.જે.ના તાલે યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જસદણ તાલુકાના મોટા દડવાથી વિજય સંકલ્પ યાત્રાનો પ્રારંભ થયો હતો. આ યાત્રા મોટા દડવાથી ઈશ્વરીયા, કાનપર, સાણથલી, વાંસાવડ, દેરડી-કુંભાજી, 

સુલતાનપુર, અમરનગર, જેતપુર, ધોરાજી, ઉપલેટા, કોલકી, પાનેલી, સિદસર, જામજોધપુર, ભાણવડ, લાલપુર, જામનગર, જામખંભાળીયા થઈને રાત્રીના 11 વાગ્યા આસપાસ દ્વારકા પહોંચશે. જ્યાં રાત્રી રોકાણ કરી બીજા દિવસે ધ્વજારોહણ કરવામાં આવશે.

 

રાજહઠ સામે પોલીસતંત્રની હાર, રાજકોટના PIની બદલીનો મુદ્દો સોશિયલ મિડિયામાં ચગ્યો

 

 

 

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો.....

 

માહિતી અને તસવીરો: બ્રિજેશ વેગડા, મોટાદડવા.