તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અધિકમાસ બાદ છૂટોછવાયો, 22 જૂન પછી સારો વરસાદ પડશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આકરો તાપ સહન કર્યા પછી લોકો હવે સારા વરસાદની આશ રાખીને બેઠા છે ત્યારે આગામી 13 જૂને અધિકમાસની પૂર્ણાહુતિ થઇ રહી છે. હાલની ગ્રહદશા પ્રમાણે પુરુષોત્તમ માસ પૂર્ણ થયા બાદ છૂટોછવાયો વરસાદ પડશે. આપણા સૌરાષ્ટ્ર-ગુજરાતમાં તારીખ 22 જૂનથી સૂર્ય આદ્રા નક્ષત્રમાં જશે ત્યારથી ચોમાસાની શરૂઆત થશે. શાસ્ત્રી રાજદીપ જોષી જણાવે છે કે, સૂર્યના આદ્રા નક્ષત્રમાં પ્રવેશ સમયે મંગળ મકર રાશિમાં છે અને શનિ ધન રાશિમાં છે અને વાહન હાથીનું છે.

 

આ બંને ગ્રહનું વરસાદ માટે મહત્ત્વનું માનવામાં આવે છે. આથી 22 જૂનથી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સારો વરસાદ પડશે. કોઈ સ્થળે એકદમ વરસાદ પડે. 26 જૂનથી મંગળ વક્રી થશે આથી 22 થી 26 જૂન આ પાંચ દિવસ વરસાદ માટે મહત્ત્વના ગણાય. આ વર્ષે ઉનાળામાં મંગલ ઉચ્ચ રાશિનો હોતા ગરમી ખૂબ પડેલી. સૂર્ય મૃગશીર્ષ નક્ષત્રમાં 8 જૂનથી જાય ત્યારે કેરળમાં ચોમાસાની શરૂઆત થાય છે. આશ્લેષા નક્ષત્રમાં જો વરસાદ પડે તો કાંકરી પણ સુકાવા ન દે, અને જો ન પડે તો સાવ ન પડે.

 

આ વર્ષે હોળીની ઝાળ પૂર્વ દિશામાં હતી, ચોમાસું મિશ્ર રહે


ગાયત્રી ઉપાસક ઘનશ્યામભાઈ ઠક્કર જણાવે છે કે, હોળીની ઝાળ પરથી પણ ચોમાસાનો વર્તારો જાણી શકાય છે. અગાઉના જમાનામાં ઋષિઓ હોળીની ઝાળ પરથી ચોમાસું કેવું રહેશે તે નક્કી કરી લેતા. આ વર્ષે હોળીની ઝાળ પૂર્વ દિશામાં હતી તેનો મતલબ દેશમાં ચોમાસું મિશ્ર રહેશે. કોઈક સ્થળે અતિવૃષ્ટિ પણ થવાની સંભાવના છે.

 

ગ્રહ-નક્ષત્રની સ્થિતિ પ્રમાણે કેવો વરસાદ પડશે

 

- 22થી 26 જૂન પાંચ દિવસ ગુજરાતમાં ક્યાંક એકદમ તો ક્યાંક નહીંવત વરસાદ રહેશે.
- 6 જુલાઈથી 25 દિવસ દરમિયાન સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ પડે.
- 10થી 15 જુલાઈના પાંચ દિવસ વરસાદ માટે મહત્ત્વના રહેશે.
- 20 જુલાઈથી અઠવાડિયા સુધી વરસાદમાં બ્રેક આવશે, 28મીથી વરસાદનું જોર વધશે.
- 3 ઓગસ્ટથી સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં છે, 10 દિવસ જ્યાં વરસાદ પડે ત્યાં ખૂબ પડે.
- 10 સપ્ટેમ્બર બાદ વરસાદનું જોર ઓછું પડશે.
- 13 સપ્ટેમ્બરે ગણેશચોથ બાદ ચોમાસું વિદાય લેતું જણાય.

અન્ય સમાચારો પણ છે...