પેટાચૂંટણીઃ જસદણમાં ભાજપની શાખ બચાવવા કેન્દ્રીય નેતા-અભિનેતાઓ પ્રચાર કરશે

સાંસદ પરેશ રાવલ અને કેન્દ્રીય મંત્રી  સ્મૃતિ ઈરાનીની ફાઈલ તસવીર
સાંસદ પરેશ રાવલ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની ફાઈલ તસવીર

divyabhaskar.com

Dec 08, 2018, 06:25 PM IST

* ભાજપમાંથી નાયબ મુખ્યમંત્રીથી લઈ મંત્રી મંડળના સભ્યો એડી ચોટીનું જોર લગાવશે

*કોંગ્રેસમાં પ્રચારનો કોઈ પ્લાન ગોઠવાયો ન હોવાથી તંત્રને યાદી મોકલી નથી


રાજકોટઃ જસદણની પેટા ચૂંટણીનો જંગ ગુજરાત ભાજપ સરકાર અને સંગઠન માટે શાખનો સવાલ બની ગઈ છે, ત્યારે આ ચૂંટણીમાં ગુજરાત ભાજપના નેતાઓની સાથે કેન્દ્રીય નેતાઓ અને અભિનેતાઓની ફૌજ ઉતારવામાં આવશે. આ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે એક કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા છે ત્યારે આ ચૂંટણી જંગમાં જો ભાજપ હારી જાય તો માત્ર કુંવરજી જ નહીં, પણ રૂપાણી સરકાર અને ભાજપ સંગઠનની મોટી હાર ગણાશે.

પ્રચાર માટે મુખ્યમંત્રીથી લઈ પરેશ રાવલ-સ્મૃતિ ઈરાની અને સાંસદોની ફૌજ

ભાજપ તરફથી પ્રચાર માટે પરેશ રાવલ, સ્મૃતિ ઈરાની( કેન્દ્રીય કાપડ મંત્રી), નરેશ કનોડીયા અને હિતુ કનોડીયા સહિતના ફિલ્મ સ્ટાર્સ આવી રહ્યા છે. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી, જીતુભાઈ વાઘાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ભુપેન્દ્રસિંહ ચૂડાસમા, આર.સી, ફળદુ, મોહન કુંડારીયા(સાંસદ), નારણ કાછડીયા(સાંસદ), વિભાવરીબેન દવે, વાસણભાઈ આહિર પણ પ્રચાર કરશે.

(પેટાચૂંટણીઃ જસદણનો જંગ જીતવા CMના પત્ની પ્રચારમાં, મહિલા મતદારોનો કરે છે સીધો સંપર્ક)

બાવળિયાને જીતાડવા ત્રણ સાંસદો સહિત અનેક કોળી આગેવાનો મેદાને

જ્યારે કોળી આગેવાનોમાં રાજેશ ચૂડાસમા(સાંસદ), શંકરભાઈ વેગડ, ભારતીબેન શિયાળ (સાંસદ), હિરા સોલંકી, દેવજીભાઈ ફતેપરા(સાંસદ) પણ પ્રચાર માટે મેદાનમાં ઉતરશે. આ પ્રચારકોનું લિસ્ટ જિલ્લા ચૂંટણી તંત્રને સુપ્રત કરી દેવાયું છે. ભાજપે પ્રચારની તમામ તૈયારીઓ કરી ચૂંટણી તંત્રને નામ પણ મોકલી આપ્યા છે.

X
સાંસદ પરેશ રાવલ અને કેન્દ્રીય મંત્રી  સ્મૃતિ ઈરાનીની ફાઈલ તસવીરસાંસદ પરેશ રાવલ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની ફાઈલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી