તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ધીમીધારે વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી Slow Rain Fall In Saurashtra And 4 MM Rain Fall In Upaleta Area

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ધીમી ધારે વરસાદ, રસ્તાઓ થયા પાણી પાણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સવારથી જ વાતાવરણ ગોરંભાયેલું જોવા મળી રહ્યું છે. ત્યારે અચાનક જ વાતાવરણમાં પલ્ટો આવતા રાજકોટ, ઉપલેટા, ભાયાવદર, ભાવનગર સહિત સૌરાષ્ટ્રમાં ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. રાજકોટના કોઠારીયા રોડ પર વોર્ડ નં.16માં હુડકોમાં માત્ર અડધા ઇંચ વરસાદથી ઘરમાં પાણી ઘૂસતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. ગોંડલ પંથકના ગામડાઓમાં 2થી 3 ઇંચ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

 

ગોંડલ પંથકમાં 2થી 3 ઇંચ વરસાદ

 

ગોંડલ પંથકમાં બપોર બાદ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ગોંડલ તાલુકાના કમઢીયા ગામે ૨થી ૩ ઇંચ વરસાદ પડ્યો હતો. ગોંડલ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. ગોંડલના ખાંડધાર, નાનાવડીયા, મોટામાંડવા, સાંઢવાયા, બગદળિયા, રામોદ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં 1.5થી 2 ઈંચ વરસાદ પડ્યો હતો.

 

ઉપલેટા, ભાયાવદરમાં 4 એમએમ નોંધાયો

 

ઉપલેટા તેમજ ભાયાવદરમાં ભારે ગરમીના ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું હતું. ઉપલેટામાં જોરદાર વરસાદનું ઝાપટું વરસી જતા રોડ રસ્તા ભીના થઈ ગયા હતા અને ભાયાવદરમાં બપોરનાં દોઢ કલાક આસપાસ ધીમી ધારે વરસાદ વરસવાનું ચાલુ થતા 4 એમએમ જેવો વરસાદ નોંધાયો છે. ત્યારે આ વરસાદના આગમનથી ખેડૂતોને એક આશા બંધાણી હતી કે આ વર્ષે ચોમાસુ સારુ થશે અને વહેલાસર વરસાદ વધારે આવશે.

 

ભાવનગરમાં પણ મેઘરાજાનું આગમન

 

રાજકોટના કોઠારીયા રોડ , ગોંડલ રોડ, કુવાડવા રોડ પર ધોધમાર વરસાદી ઝાપટું વરસ્યું હતું. તેમજ લોધેશ્વર સોસાયટીમાં વીજળી પડી હતી પરંતુ કોઇ જાનહાનિ સર્જાઇ નથી. તેમજ ભાવનગરમાં ધીમી ધારે મેઘરાજાનું આગમન થયું હતું. ગોંડલના દડવા ગામે જોરદાર વરસાદ પડ્યો હતો.

 

વરસાદની રાહ... મોરની કળા સોળે કળાએ ખીલી ઉઠી, અદભૂત નજારો

 

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો,.....

તસવીરો: રાજેશ ખાંભલા, ઉપલેટા/ દેવાંગ ભોજાણી, ગોંડલ.