રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં હેત વરસાવતા મેઘરાજા, પડી શકે છે 48 કલાકમાં ભારે વરસાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: આજે શુક્રવારે વહેલી સવારથી જ રાજકોટ, ગોંડલ, જસદણ સહિત સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ધીમી ધારે મેઘરાજા વરસી રહ્યાં છે. સવારથી ધીમી ધારે વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.  જેને પગલે વાતારવણમા ઠંડક પ્રસરી ગઇ હતી. બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર છત્તીસગઢ અને ઓરિસ્સા સુધી પહોંચીને ડિપ્રેશનમાં ફેરવાયું છે. જે 48 કલાકમાં આગળ વધીને ગુજરાત સુધી પહોંચશે, જેને પગલે 17થી 19 ઓગસ્ટ એટલે કે 72 કલાક દરમિયાન રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે. જ્યારે 18મી ઓગસ્ટે રાજકોટ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જસદણઅને વીંછિયા પંથકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. 

 

જસદણ-વિંછીયા પંથકમાં શુક્રવારે સવારે લાંબા સમય બાદ ફરી મેઘરાજાનું આગમન થતા ખેડૂતોમાં ખુશી છવાઈ ગઇ છે. લાંબા સમયથી મેઘરાજાએ રૂકાવટ કરી હતી જેના કારણે લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આવા સમયે શુક્રવારે સવારથી જ મેઘરાજાએ હળવાથી ભારે વરસાદી ઝાપટા સાથે આગમન કરતા 1થી૩ ઇંચ વરસાદ પડતા ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે. જસદણ શહેરમાં શુક્રવારે બપોર સુધીમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે પંથકનાં માધવીપુર, શિવરાજપુર સહિતના આજુબાજુના ગામોમાં ૩ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

 

13મી ઓગસ્ટે બંગાળની ખાડીમાં ઉત્તર-પૂર્વમાં સક્રિય થયેલું લો-પ્રેશર છત્તીસગઢના દક્ષિણ વિભાગ અને વિદર્ભ ડિપ્રેશનમાં ફેરવાયું છે. તેમજ આગામી 48 કલાકમાં દેશનાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ ભાગ તરફ આગળ વધશે. જેને પગલે આગામી 72 કલાક દરમિયાન ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને વિદર્ભમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. 

 

સૌરાષ્ટ્રમાં 8થી 12 વાગ્યા સુધીમાં પડેલો વરસાદ 

 

સિંહોર-55 મીમી
વલ્લભીપુર-45 મીમી
ભાવનગર-36મીમી
મોરબી-31 મીમી
પાલીતાણા-29 મીમી
ઉમરાળામાં-29 મીમી
જસદણ-28મીમી
વીંછિયા- 27મીમી
બાબરા-27મીમી
અમરેલી-26 મીમી
લાઠી-26 મીમી
તળાજા-21 મીમી
લીલીયા-18 મીમી


ક્યાં વરસાદ પડશે 

 

17 ઓગસ્ટ- વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં મધ્યમથી ભારે. 
18 ઓગસ્ટ- ડાંગ, તાપી, ભરુચ, સુરત, વડોદરા, અમદાવાદ, ગીર-સોમનાથ,ઉ.ગુ.માં અતિભારે. 
19 ઓગસ્ટ- નવસારી, સુરત, ભરુચ, ગીર-સોમનાથ, જુનાગઢ, દ્વારકા, પોરબંદર અને જામનગરમાં ભારેથી અતિભારે. 

 

ડિપ્રેશન દેશમાં ક્યાં અસર કરશે 

 

ડિપ્રેશ 24 કલાકમાં વધુ મજબુત બનશે અને 17મી ઓગસ્ટે મધ્ય મહારાષ્ટ્ર, ઉત્તરીય કોંકણ, સૌરાષ્ટ્ર, કેરાલા અને કર્ણાટકનાં દરિયાકાંઠો, ઉત્તરાખંડ, હિમાચલપ્રદેશ, દક્ષિણ કર્ણાટક, તામિલનાડુ, પશ્ચિમ વિદર્ભ તેમજ દક્ષિણ-પશ્ચિમી મધ્યપ્રદેશ તરફ આગળ વધશે. તેમજ 18 ઓગસ્ટે ગુજરાત , કર્ણાટકનાં દરિયાકાંઠાનો વિસ્તાર, સૌરાષ્ટ્ર, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા, ઉત્તરીય રાજસ્થાન, કેરાલા, મધ્ય મહારાષ્ટ્ર જયારે 19મી ઓગસ્ટે ગુજરાત સહિત મેઘાલય, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, છત્તીસગઢ અને કર્ણાટકાને અસર કરશે જેને પગલે આ વિસ્તારમાં મધ્યમથી ભારે તેમજ કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 

 

1979માં પૂરની જાણ થતાં બીજા દિવસે જ વાજપાયી મોરબી આવી પહોંચ્યા

 

તસવીરો: દેવાંગ ભોજાણી, ગોંડલ/દિપક રવિયા, જસદણ,