સોરાષ્ટ્રમાં ઘણા લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી, રાજકોટમાં ધીમી ધારે વરસાદ

રાજકોટમાં ધીમી ધારે વરસાદ
રાજકોટમાં ધીમી ધારે વરસાદ
રસ્તા પર પાણી ફરી વળ્યા
રસ્તા પર પાણી ફરી વળ્યા

જસદણ, આટકોટ પંથકમાં ધોધમાર વરસાદ, રસ્તાઓ પર પાણી ફરી વળ્યા

DivyaBhaskar.com

Sep 17, 2018, 08:51 PM IST

રાજકોટ: સૌરાષ્ટ્રમાં ઘણાં લાંબા વિરામ બાદ ફરી એકવાર મેઘવારાજાએ એન્ટ્રી મારી છે. બે ત્રણ દિવસથી અસહ્ય તડકા સાથે બફારાનું પ્રમાણ જોવા મળતું હતું. અચાનક જ બપોર બાદ વાતાવરણાં પલ્ટો આવ્યો હતો અને ધીમી ધારે વરસાદ પડ્યો હતો. રાજકોટના અમુક વિસ્તારોમાં ધોધમાર તો અમુક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી છે.

જસદણ, આટકોટ પંથકમાં ધોધમાર વરસાદ, રસ્તાઓ પર પાણી ફરી વળ્યા

રાજકોટ ઉપરાંત જિલ્લામાં જસદણ અને આટકોટ પંથકમાં ધોધમાર ઝાપટું વરસી ગયું હતું. તેમજ ભાવનગર હાઇવે પર ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. રાજકોટના એરપોર્ટ વિસ્તાર, રેસકોર્સ વિસ્તાર, 150 ફૂટ રિંગ રોડ, યાજ્ઞીક રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદી ઝાપટુ વરસી જતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. વરસાદની રાહ જોઇ રહેલા ખેડૂતોમાં પણ વરસાદ આવતા ખુશીની લાગણી જોવા મળી રહી છે.

વડોદરામાં લમણે ગોળી મારી આપઘાત કરનાર PSIને ગાર્ડ ઓફ ઓનર, વોટ્સઅપ સ્ટેટસમાં શૂરવીરતા દેખાઇ

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો.......

X
રાજકોટમાં ધીમી ધારે વરસાદરાજકોટમાં ધીમી ધારે વરસાદ
રસ્તા પર પાણી ફરી વળ્યારસ્તા પર પાણી ફરી વળ્યા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી