તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ધીમી ધારે વરસાદ, ખેડૂતોમાં ખુશીની લહેર, વાતાવરણમાં ઠંડક પ્રસરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: છેલ્લા બે દિવસથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન થયા છે. આજે ત્રીજા દિવસે પણ રાજકોટમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. શહેરના મોટા ભાગના વિસ્તારોમાં ધીમીધારે વરસાદથી રસ્તાઓ પાણી પાણી બન્યા છે. તો બીજી તરફ ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે. 

 

રવિવારની રજામાં લોકોએ ભીંજાવાનો લીધો આનંદ 

 

આજે રવિવારની રજામાં લોકો ધીમી ધારે વરસાદ પડતો હોય ભીંજાવા બહાર નીકળી પડ્યા હતા. તેમજ સૌરાષ્ટ્રના પણ મોટાભાગના વિસ્તારોમાં ક્યાંય ઝરમર તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. વરસાદથી ખેડૂતોના ઉભા પાકને જીવતદાન મળ્યું છે. ગઇકાલે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. 

 

વર્લ્ડ ફોટોગ્રાફી ડે: રાજકોટના લાલપરી તળાવમાં પેલિકને ઘડીના છઠ્ઠા ભાગમાં માછલીનો શિકાર કર્યો