રાજકોટ/ શંકરસિંહે કહ્યું ખેડૂતો અને યુવાનો સરકારથી દુખી છો તો જસદણમાં કોંગ્રેસને મત આપવાનો 'અવસર'

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શંકરસિંહ વાઘેલા રાજકોટની મુલાકાતે આવ્યા - Divya Bhaskar
શંકરસિંહ વાઘેલા રાજકોટની મુલાકાતે આવ્યા

* ખેડૂત આગેવાનો અને યુવાનો સાથે બેઠક યોજી

 

રાજકોટ: શહેરના ક્રિષ્ના પાર્ક ખાતે આજે શંકરસિંહ વાઘેલાની આગેવાનીમાં ખેડૂત આગેવાનો અને યુવાનો સાથે બેઠકનું આયોજન કર્યું હતું.  જેમાં શંકરસિંહે ખેડૂતોની પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, ખેડૂતોની હાલત માટે ભાજપ સરકાર જવાબદાર છે. તેમજ જસદણ પેટા ચૂંટણીમાં કોંગ્રેસ તરફી પ્રચાર કરીશ. ખેડૂતો અને યુવાનો જો તમે આ સરકારથી દુખી છો તો જસદણમાં કોંગ્રેસને મત આપવાનો 'અવસર' છે.

 

ખેડૂતોના આપઘાતમાં વધારો થઇ રહ્યો છે તો બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે

 

શંકરસિંહે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખેડૂતોના આપઘાતનું પ્રમાણ દિવસને દિવસે વધતુ જાય છે તેમજ યુવાનોની બેરોજગારીનું પ્રમાણ પણ વધતું જાય છે. જેનાથી હું ચિંતિત છું. 

 

 

મહિલાએ વ્યક્ત કર્યો રોષ

 

ભાજપવાળા અમારા સસ્તા અનાજવાળાની રોટલી ખાય તો ખબર પડે કે કેવી આ રોટલી હોય. ખેડૂતોના ઘરમાં અનાજ નથી, ખેડૂતો પાસે પૈસા નથી, ખેડૂતને આ સરકાર લૂંટી રહી છે. દરેક બહેન ખેડૂતો સાથે ઉભી રહે. કાલે ભાજપના નેતાઓ ડિસ્કો કરતા હતા. આગામી ચૂંટણીમાં અમારે ભાજપ સરકાર જોઇતી જ નથી. બહેનો મામલતદાર કચેરીમાં આધાર કાર્ડ કઢાવવા ધક્કા ખાય છે.  

અન્ય સમાચારો પણ છે...