રાજકોટ / 7 પુત્રીએ દીકરાની ફરજ નિભાવી, માતાને કાંધ આપી અગ્નિસંસ્કાર કર્યા

seven-daughters-held-process-of-mother-cremation-at-rajkot
seven-daughters-held-process-of-mother-cremation-at-rajkot
X
seven-daughters-held-process-of-mother-cremation-at-rajkot
seven-daughters-held-process-of-mother-cremation-at-rajkot

  • સાત દિકરીઓએ માતાના અગ્નિસંસ્કાર કર્યાં

Divyabhskar.com

Jan 12, 2019, 02:52 PM IST

રાજકોટ: 7 દિકરીઓની માતા મધુબેનનું ગઈકાલે અવસાન થતાં સાતેય દિકરીઓએ માતાને કાંધ આપી સ્મશાનમાં અગ્નિસંસ્કાર કર્યાં હતાં અને દિકરાની ફરજ નિભાવી હતી. શક્તિપાર્કમાં રહેતા 82 વર્ષિય મધુબેન પરમારનું ગઈકાલે કુદરતી મોત થયું હતું. પરિવારમાં દિકરો ન હોવાથી આજે સાતેય દિકરીઓએ માતાને કાંધ આપીને અગ્નિસંસ્કાર કર્યા હતાં.


 

સાત દીકરીઓએ માતાના અંતિમસંસ્કાર કર્યા

રાજકોટમાં રહેતા મધુબેન પરમારનું ગઈકાલે 82 વર્ષની ઉમરે નિધન થયું હતું. ત્યારે તેમની દીકરીઓએ અંતિમ સંસ્કાર કર્યા હતાં. સામાન્ય રીતે કોઇના મૃત્યુ પછી અંતિમ યાત્રામાં ડાઘુઓ સાથે સ્મશાનમાં મહિલાઓ જતી નથી એવું માનવામાં આવે છે. પરંતુ રાજકોટમાં દીકરીઓએ માન્યતા તોડી સ્મશાનમાં જઇ ‘પુત્ર ધર્મ’ નિભાવ્યો હતો. મૃતક મધુબેનને સંતાનમાં કોઈ પુત્ર ન હતા. તેમને સાત દીકરીઓ હતી. મધુબેનનું નિધન થતા તેમની સાત દીકરીઓએ માતાના અંતિમસંસ્કાર કર્યા હતા. આ દ્વશ્યો જોઇને ગામ લોકોની આંખ પણ ભીંજાય ગઇ હતી. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી