WWFની વન પ્લેનેટ સિટી ચેલેન્જ 2017-18 એવોર્ડ માટે ઇન્ટરનેશનલ જ્યુરી દ્વારા રાજકોટની પસંદગી

selection rajkot city for award of one plenet city chalenge 2017-18 by   WWF

DivyaBhaskar.com

Sep 10, 2018, 02:20 PM IST

રાજકોટ: 'વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર' (WWF) દ્વારા ક્લાઈમેટ ચેન્જના પડકાર સામે વૈશ્વિક સ્તરે વિવિધ શહેરો દ્વારા લેવામાં આવી રહેલા પગલાઓનું પ્રતિ વર્ષ મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે. જેમાં બેસ્ટ કામગીરી કરનાર શહેરોને વિશેષ એવોર્ડ માટે પસંદ કરવામાં આવે છે. રાજકોટ શહેરમાં પણ મહાનગરપાલિકા દ્વારા શહેરના વાતાવરણમાં ઉત્સર્જીત થતા કાર્બનના પ્રમાણમાં ઘટાડો કરવા માટે જે પ્રયાસો થયા છે તેની વધુ એક વખત આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રશંસા થઇ છે. WWF દ્વારા 2017-18ના વર્ષ માટે યોજાયેલી વન પ્લેનેટ સિટી ચેલેન્જ 2017-18 એવોર્ડ માટે ઇન્ટરનેશનલ જ્યુરીના ગહન મૂલ્યાંકન બાદ રાજકોટ શહેરની પસંદગી કરવામાં આવી છે. અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો ખાતે 12 સપ્ટેમ્બરના રોજ મેયર બીનાબેન આચાર્ય અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની આ એવોર્ડ સ્વીકારશે.

શું કહે છે મેયર અને મ્યુનિ. કમિશનર

આ અંગે મેયર બીનાબેન આચાર્ય અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, 2017-18ના વર્ષ માટેની વન પ્લેનેટ સિટી ચેલેન્જમાં 23 રાષ્ટ્રોના 132 શહેરોએ ભાગ લીધો હતો. આ તમામ એન્ટ્રીનું મુલ્યાંકન કરી ઇન્ટરનેશનલ જ્યુરી દ્વારા 22 શહેરોની વન પ્લેનેટ સિટી ચેલેન્જ ટાઈટલના નેશનલ વિનર તરીકે પસંદગી કરી છે. WWF દ્વારા વન પ્લેનેટ સિટી ચેલેન્જનો ગ્લોબલ એવોર્ડ વિતરણ સમારોહ આગામી 12 સપ્ટેમ્બરના રોજ સાન ફ્રાન્સિસ્કો (અમેરિકા) ખાતે આયોજીત ગ્લોબલ ક્લાઈમેટ એક્શન સમિટ દરમિયાન યોજવામાં આવનાર છે.


કાર્બન ઉત્સર્જન ઘટાડવા શહેરની આશરે 60 હજાર જેટલી સોડીયમ લાઈટો એલ.ઈ.ડી.માં કન્વર્ટ કરી

વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં ક્લાઈમેટ ચેન્જની દિશામાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લેવાયેલા પગલાંઓમાં ખાસ કરીને રાજકોટને ક્લાઈમેટ રેસીલીયંટ સિટી બનાવવા પર ભાર મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત શહેરમાં થઇ રહેલા પ્રદૂષણની માત્રા કેવી રીતે જાણવી તથા શહેરોમાં થઇ રહેલા વિવિધ પ્રયાસો કે જેના દ્વારા પ્રદૂષણ ઓછું કરી શકાય તથા સસ્ટેઈનેબલ ડેવલોપમેન્ટની દિશામાં આગળ વધી શકાય તે અંગે મહાનગરપાલિકા સતત જાગૃત છે. રાજકોટ શહેરે કાર્બન ઉત્સર્જન ઘટાડવા શહેરની આશરે 60 હજાર જેટલી સોડીયમ લાઈટો એલ.ઈ.ડી.માં કન્વર્ટ કરી છે. તેમજ ક્રમશ: વધુને વધુ સંકુલોમાં સોલાર એનર્જીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ બંને બાબતોને ધ્યાને લઈને ઉપરોક્ત એવોર્ડ માટે રાજકોટ શહેરની પસંદગી થઇ છે.


પ્રજાનો આક્રોશ: CM રૂપાણીના મત વિસ્તારમાં PM મોદીના પોસ્ટરનું મોં કાળુ કરાયું

X
selection rajkot city for award of one plenet city chalenge 2017-18 by   WWF
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી