રેલી / રાજકોટમાં કનૈયા કુમાર, હાર્દિક અને મેવાણીની સંવિધાન બચાવો રેલી, કરણીસેનાએ કાળા વાવટા બતાવ્યા

DivyaBhaskar.com | Updated - Feb 13, 2019, 06:21 PM
  X

  • ગો બેકના નારા લગાવી વિરોધ કરતા 6 જેટલા યુવાનોની અટકાયત

  રાજકોટ: રાષ્ટ્રવાદી યુવા મંચ દ્વારા રાજકોટમાં સંવિધાન બચાવો દેશ બચાવો રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાસ નેતા હાર્દિક પટેલ, જેએનયુના પૂર્વ વિદ્યાર્થી કનૈયાકુમાર અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ હોસ્પિટલ ચોક ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે જ્યુબિલી ચોક ખાતે કરણીસેના દ્વારા કાળા વાવટા ફરકાવી વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ ગો બેકના નારા લગાવી વિરોધ કરતા 6 જેટલા યુવાનોની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે ટીંગાટોળી કરી યુવાનોને પોલીસ વેનમાં બેસાડ્યા હતા અને કાળા વાવટા કબ્જે કર્યા હતા.

  500થી વધુ પોલીસ જવાનો તૈનાત

  1.

  રેલીમાં 500થી વધુ પોલીસ જવાનો તૈનાત હતા. તેમજ તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. રેલીમાં કલ્કી પીઠાધીશ્વર આચાર્ય પ્રમોદ કૃષ્ણમ, રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી ચક્રપાણી મહારાજ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રેલી હોસ્પિટલ ચોકથી શાસ્ત્રીમેદાન પહોંચી સભામાં પરિવર્તીત થઇ હતી. શાસ્ત્રી મેદાનમાં સભા હોય અહીં પણ પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ડો. આંબેડકરની પ્રતિમા પાસે એક બે બાળકો પૈકી એક ન્યાયની દેવી અને એક બાબા સાહેબ આંબેડકર બન્યા હતા.  

  COMMENT

  Recommended

  પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
  Read In App