અધવચ્ચેથી Ph.D છોડનાર યુવતીને નિવેદન બદલવા પંચાલના કાવાદાવા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: બાયો સાયસન્સ ભવનની વિદ્યાર્થિનિ પાસે અજુગતી માંગ કરવાના મુદ્દે સસ્પેન્ડ કરી દેવાયેલા પ્રોફેસર નિલેશ પંચાલનું વધુ એક કારસ્તાન બહાર આવ્યું છે. જે વિદ્યાર્થિનીએ અધવચ્ચેથી જ પીએચડી છોડી દીધું છે અને પીડિતા સમર્થનમાં નિવેદન આપ્યું છે. તે યુવતીને પ્રોફેસર પંચાલે પોતાની પાસે પીએચડી કરી ગયેલા એક હરિયાણા યુવાન મારફતે આ યુવતીને ફોન અને વોટ્સએપ મેસેજ કરાવી નિવેદન બદલાવી નાખવા પ્રયાસ કર્યો હતો. જોકે દબાણને વશ ન થઇ યુવતીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેક્સયુઅલ હેરેસમેન્ટ વિભાગને આધાર પુરાવા સાથે 13 સપ્ટેમ્બરે ફરિયાદ કરી હતી. પરંતુ કમનસીબી એ છે કે મહિલા કુલપતિ નિલામ્બરીબેન દવે સહિતના સત્તાધીશોએ 100 કલાકથી વધુનો સમય વીતિ જવા છતાં હજુ કોઇ કાર્યવાહી કરી હતી.

 

યુનિવર્સિટીના સત્તાધીશો જાણે પ્રોફેસર પંચાલને બચાવવાની તનતોડ મહેનત કરી રહ્યા હોય તેવુ ચિત્ર ઉપસ્થિત થતા અને પોતાને ન્યાય નહીં મળે તેવા લાગતા આ યુવતીએ પોતાના સંબંધીતો અને પ્રોફેસર પંચાલની જાતીય સતામણીઓ ભોગ બનેલી પીડિતાને વાત કરતા સમગ્ર પ્રકરણ બહાર આવ્યું છે. હવે આ મુદ્દે યુનિ.ના સત્તાધીશો પ્રોફેસર પંચાલ સામે ફરિયાદ કરે છે કેમ તે જોવુ રહ્યું.

 

તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...