મોદી પર પ્રહાર / જે પોતાની પત્નીને છોડીને ભાગી ગયા તે હવે ભારત માતાની જય બોલાવે છેઃ કનૈયાકુમાર

રાજકોટમાં હાર્દિક, જીજ્ઞેશ અને કનૈયાકુમારની સભા યોજાઇ
રાજકોટમાં હાર્દિક, જીજ્ઞેશ અને કનૈયાકુમારની સભા યોજાઇ
X
રાજકોટમાં હાર્દિક, જીજ્ઞેશ અને કનૈયાકુમારની સભા યોજાઇરાજકોટમાં હાર્દિક, જીજ્ઞેશ અને કનૈયાકુમારની સભા યોજાઇ

  • રાજકોટની સભામાં ફાયરબ્રાન્ડ યુવા નેતાનો મોદીના અંગત જીવન પર હુમલો
  • અમારે સરદાર કે બાબા સાહેબના પૂતળા નથી જોઇતા, જનરલ હોસ્પિટલ બનાવો: જીજ્ઞેશ
  • 28 વર્ષથી ખોટા લોકો રાજ કરે છે અને આપણે ગુલામી કરી રહ્યા છીએ: હાર્દિક

DivyaBhaskar.com

Feb 14, 2019, 07:51 AM IST

રાજકોટ:  કનૈયાકુમારે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંગત જીવન પર પ્રહાર કરતા કહ્યું હતું કે, જે માણસ પોતાની પત્નીને છોડીને ભાગી ગયા તે હવે ભારત માતાની જય બોલે છે. લોકસભા ચૂંટણીનો પ્રચાર વધુને વધુ વરવું સ્વરૂપ ધારણ કરશે તે બાબતનો પૂરાવો બુધવારે રાજકોટમાં 'સંવિધાન બચાવો દેશ બચાવો રેલી' બાદ શાસ્ત્રી મેદાન ખાતેની સભામાં મળ્યો હતો. તેમાં ફાયરબ્રાન્ડ યુવા નેતા કનૈયાકુમાર, હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણીએ સંબોધન કર્યું હતું. 

કનૈયાકુમારે પોતાના ભાષણ પહેલા કહ્યું "કેમ છો મજામાં"

1. મોદીને ઉદ્દેશીને કનૈયાકુમારે કરેલી શાબ્દિક ફટકાબાજી
  • દમ હોય તો કરો મારી પર માનહાનિનો દાવો... હું અહીં તમને ચેલેન્જ કરવા આવ્યો છું.
  • હું આ વાત એટલા માટે કહું છું કારણ કે મને ખબર છે કે તેઓ જૂઠ્ઠું બોલ્યા છે.
  • આ લોકો એવું પૂછી રહ્યા છે કે, તમે ભારત માતા કી જય બોલો છો કે નહીં.
  • મેં કહ્યું, ભારતની, ગુજરાતની જ નહીં આખી દુનિયાની માતાની પણ જય બોલીશ.
  • તેમાં વાંધો શું છે... પણ તમે બેશરમીની હદ તો જુઓ.
  • જે પોતાની પત્નીને છોડીને ભાગી ગયા તે હવે ભારત માતાની જય બોલે છે.
  • જેણે આજ સુધી કોઈ મહિલાનું સન્માન નથી કર્યું તે ભારત માતાની જય બોલે છે.
  • અને બીજાને કહે છે કે તમે ભારત માતાની જય બોલીને દેખાડો.
  • મારું નામ કનૈયા છે અને જેને છોડીને ભાગી ગયા તેનું નામ યશોદા છે.
  • મોદીજી.... મોદીજી.. આ વખતે ખોટી ટ્રેનમાં ચઢી ગયા છો તમે.
  • અને તેનો હિસાબ તમારે હવે દેશને આપવો પડશે.
  • હું ડરતો તો કોઈનાથી નથી... અને તમારાથી તો બિલકુલ નથી ડરતો.
  • આ તો પોકળ ધમકી છે તે બીજા કોઈને આપજો.
  • તમે જ્યારે મને જીવન નથી આપ્યું તો તમે મને શેના મારવાના.
  • જીવન દેનાર કોઈ બીજા છે... બચાવવાવાળા કોઈ બીજા.
  • તો મારવાવાળાને જોઈ લેવા અમે તૈયાર છીએ.
2. જય ભીમ અને જય સરદારનો નારો એકસાથે લાગવો જોઇએ
કનૈયાકુમારે પોતાના ભાષણ પહેલા કહ્યું કેમ છો મજામાં, સરદાર પટેલ અને ગાંધીબાપુની ધરતીને નમસ્કાર કરૂ છું. ગુજરાતની ધરતી પર જય ભીમ અને જય સરદારનો નારો એકસાથે લાગવો જોઇએ. અમારી લડાઇ દેશમાં લોકોને હક્ક અને અધિકાર દેવડાવવાની છે. આપણું સંવિધાન કહે છે કે હિન્દુસ્તાનમાં જન્મેલા દરેક લોકો હિન્દુસ્તાની છે. કેટલાક લોકોએ બેનરમાં મારા ચહેરા પર કાળી શાહી લગાડી હતી પરંતુ મારા ચહેરા પર ભ્રષ્ટાચારની શાહી નથી લાગેલી. મોદી તમે કોને દુશ્મન બનાવ્યા છે જે એક સામાન્ય વિદ્યાર્થી છે. મેં દેશના વિરૂદ્ધમાં બોલ્યું તો તમે શું ઢોકળા ખાઇ રહ્યા હતા. તમારી પાસે સીબીઆઇ, પોલીસ, સીઆઇડી છે તો પણ એક વ્યક્તિને પકડી શકતા નથી. મારી મા 3 હજાર પગારમાં આંગણવાડીમાં નોકરી કરે છે. 
3. ચૂંટણી આવી એટલે મોદી મંદિર-મસ્જીદની વાત કરે છેઃ મેવાણી
2019ની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે ત્યારે મોદી રામ મંદિર અને મસ્જીદની વાતો કરશે. જનતા મંદિર કે મસ્જીદ માટે નહીં સારૂ શિક્ષણ અને આરોગ્ય માટે વોટ આપે છે. આ રામભક્તોએ એક ટકો પણ રોજગારી આપી નથી. 3 હજારના ખર્ચે સરદાર સાહેબની પ્રતિમા બનાવી. અમારે સરદાર સાહેબ કે બાબા સાહેબ આંબેડકરના પૂતળા નથી જોઇતા પણ લોકોના આરોગ્ય માટે જનરલ હોસ્પિટલ જોઇએ છે. નરેન્દ્રભાઇ તમારૂ ચારિત્ર્ય પણ ભારતની જનતાને ખબર છે. આ ચોરોની ધમકીઓને સમજવાની બહુ જરૂર છે. નરેન્દ્ર મોદી તમારી છાતી 56 ઇંચની હોય તો વિજય માલ્યા, નિરવ મોદી, અમિત શાહને જેલમાં મોકલો. કાલે વેલેન્ટાઇન ડે છે ત્યારે મોદીનું મોં જોઇ કોઇ પ્રેમ નહીં કરે. ચડ્ડીધારી આરએસએસના બાળકો પ્રેમ કરનારાઓને રોકશે. સીતા મૈયા દુઃખી છે મોદીના કામથી આ તો બધા જ પૈસા ખાઇ ગયા મારા પતિના નામથી.
4. યુવાનોને શું આ નપૂંસક સરકાર રોજગાર આપશેઃ હાર્દિકનો પ્રશ્ન
ભાજપની સરકારે વાયદો કર્યો હતો કે, અમે દર વર્ષે બે કરોડ યુવાનોને રોજગારી આપીશું, દેશનું કાળુ નાણું પાછું લાવીશું. પરંતુ નપૂંસક સરકારનું આ કામ નથી. રાજકોટ સ્માર્ટ સિટી નહીં તાંત્રિક સિટી બની ગયું છે. ભગવાન રામનો શ્રાપ નથી કે યુવાનોને રોજગારી નહીં મળે. ગુજરાતમાં સંવિધાનની ખબર નથી એટલે છેલ્લા 28 વર્ષથી ખોટા લોકો રાજ કરે છે અને આપણે ગુલામી કરી રહ્યા છીએ. સંવિધાન મજબૂત નહીં હોય તો દેશનો વિકાસ નહીં થાય. અમારા દેશદ્રોહનો ગુનો છે. 2019માં ખોટા લોકો સત્તામાં આવશે એટલે અમને 7-8 વર્ષની સજા કરશે તે નક્કી છે. પહેલી વાર રેલીમાં જય ભીમ અને જય સરદારના નારા એકસાથે બોલવામાં આવ્યા હતા. સમય આવ્યે વ્યાજ સાથે બદલો લેશું.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી