Home » Saurashtra » Latest News » Rajkot City » Rupani was born in Burma to Karam Gujarati, from worker to CM

વિજય રૂપાણીની મેયરથી મુખ્યમંત્રી સુધીની સફર, 19ની વયે 11 મહિના રહ્યા હતા જેલમાં

Divyabhaskar.com | Updated - Aug 02, 2018, 05:12 PM

2 ઓગસ્ટ 1956માં જન્મેલા વિજય રૂપાણી 1960માં પરિવાર સાથે રાજકોટ આવી ગયો હતા

 • Rupani was born in Burma to Karam Gujarati, from worker to CM
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  વિજય રૂપાણીનો આજે 63મો જન્મદિવસ છે

  રાજકોટ: વિજય રૂપાણીનો આજે 62મો જન્મદિવસ છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટના છે. કોમન મેન જેવું જીવન જીવતા વિરૂએ કાર્યકર અને સંઘથી ભાજપમાં પ્રવેશ મેળવ્યો હતો. વિજય રૂપાણીનો જન્મ બર્માના રંગુનમાં થયો હતો. પરંતુ તે બાળપણથી જ રાજકોટ આવી ગયા હતા. તેઓ કટોકટી કાળ દરમિયાન માત્ર 19 જ વર્ષના હતા ત્યારે મીસાના કાયદા હેઠળ 11 મહિના જેલમાં પણ રહ્યા હતા.

  રૂપાણી@62: ગુજરાતના CM પર શુભકામનાનો વરસાદ, હાર્દિક પટેલે પણ આપી શુભેચ્છા

  1956માં જન્મ 1960થી રાજકોટ જ આવી ગયા

  2 ઓગસ્ટ 1956માં જન્મેલા વિજય રૂપાણી 1960માં પરિવાર સાથે રાજકોટ આવી ગયો હતા. ત્યારથી રાજકોટમાં રહે છે. વિજયભાઇ વિદ્યાર્થી કાર્યકાળથી જ રાજકારણને સામજિક કાર્યને વરેલા છે. તેમણે બી.એ. એલએલબી સુધીનો અભ્યાસ કર્યો છે.

  રાજકીય સફર પર એક નજર

  વિજયભાઇ 1988થી 1995ની સાલમાં રાજકોટ મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન અને મેયર રહી ચૂક્યા છે. ગુજરાત પ્રદેશ ભાજપમાં મહત્વની સંગઠનની જવાબદારી સહિત 3 ટર્મ મહામંત્રી રહી ચૂક્યાં છે. 2006 ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ, 2006થી 2012 રાજ્યસભાના સાંસદ 2013ના અંતમાં થોડો સમય મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડમાં ચેરમેન તેમજ સૌરાષ્ટ્ર સ્ટોક એકસચેન્જના ડાયરેક્ટર પણ રહી ચૂક્યાં છે. છેલ્લે વજુભાઇ વાળા રાજકોટ 69ની બેઠક પર જીતતા આવ્યા છે અને મોદી સૌ પ્રથમ જ્યાંથી ધારાસભ્ય તરીકે લડ્યા તે સીટ પર વિજયભાઇ ધારાસભા લડ્યા અને કેબિનેટ મંત્રીનો હોદો મળ્યો. જેમા તેની પાસે પાણી પૂરવઠા, શ્રમ અને રોજગાર, વાહનવ્યવહાર વિભાગનો સમાવેશ થાય છે.

  રૂપાણી હતા સૌથી નાની વયે જેલમાં જનારા કાર્યકર

  રાજ્યના હાલના મુખ્યમંત્રી રૂપાણી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને ત્યારબાદ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં કામ કર્યા બાદ બીજેપી સાથે જોડાયા હતા. ત્યાર બાદ કટોકટી સમયે તેઓ જનસંઘમાં સક્રિય હતા અને ધરપકડ વહોરી હતી. ધરપકડ બાદ તેમને જેલમાં બંધ કરવામાં આવ્યા હતા. તેઓ એક વર્ષ સુધી ભૂજ અને ભાવનગરની જેલમાં રહ્યા હતા. માત્ર એટલું જ નહીં, રૂપાણી 'મીસા' કાયદા હેઠળ જેલમાં જનારા સૌથી નાની વયના કાર્યકર હતા. તે સમયે રૂપાણી માત્ર 19 વર્ષના જ હતા.

  જેતુપરના પેઢલા ગામે ગુજકોટના ગોડાઉનની મગફળીના કોથળામાંથી નિકળ્યા ધૂળ-ઢેફા

  વધુ માહિતી માટે આગળ વાંચો.. ઘરનું નામ છે દીકરાના નામ પરથી

 • Rupani was born in Burma to Karam Gujarati, from worker to CM
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  ઘરનું નામ છે દીકરાના નામ પરથી

  ઘરનું નામ છે દીકરાના નામ પરથી

   

  વિજયભાઇ જ્યારે રાજકોટમાં કાર્યકર હતા ત્યારે પણ અહીં જ રહેતા હતા. અંદાજે 24 વર્ષથી રહેતા એટલે તેઓએ આ જ ઘરમાં તેમને અનેક ઉતાર ચડાવ જોયા છે. તેમના ઘરનું નામ પુજીત છે. પુજીત તેમના દીકરાનું નામ છે. જે નાનપણમાં એક અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો. રાજકોટમાં તેના નામે પુજીત રૂપાણી ટ્રસ્ટ કાર્યરત છે. તે ગરીબ અને જરુરિયાત મંદ લોકોની સેવાથી લઇ અનેક પ્રવૃતિઓ પણ કરે છે.

   

  ઘરમાં જતા ફળિયું, ફળિયામાં ઝુલો, હોલ-રસોડું અને ઉપર-નીચે બે રૂમ

   

  વિજયભાઇનું ઘર સોસાયટીમાં કાટખૂણા પર આવેલું છે. ફળિયામાં કુંડામા છોડ વાવ્યાં છે. જે ઘરની શોભા વધારે છે. અંદર પ્રવેશતા જ ફળિયામાં ઝુલો છે. સૌ પ્રથમ હોલ આવે ત્યારબાદ રસોડુ અને નીચે જ એક રૂમ. હોલમાંથી સીડી પસાર થાય છે જે ઉપરના બે રૂમ તરફ લઇ જાય. ઉપરના રૂમમાં પણ આગળના ભાગે ગેલેરી આવે છે. કોમન મેનને હોય તેવું જ ઘર છે. કોઇ મોંઘુદાટ રાસરચીલું કે શો પીસ લગાવાયા નથી.

   

  તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....

 • Rupani was born in Burma to Karam Gujarati, from worker to CM
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  વિજય રૂપાણી અને તેમના પત્ની અંજલીબેન રૂપાણી
 • Rupani was born in Burma to Karam Gujarati, from worker to CM
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  હોલમાંથી સીડી પસાર થાય છે
 • Rupani was born in Burma to Karam Gujarati, from worker to CM
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ફળિયામાં કુંડામા છોડ વાવ્યાં છે
 • Rupani was born in Burma to Karam Gujarati, from worker to CM
  રસોડુ અને નીચે જ એક રૂમ છે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ