તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક ટિપરવાન પાછળ રોજનો ખર્ચ રૂ.1450, પણ ડોર ટુ ડોર જતી નથી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: મહાનગરપાલિકાએ શહેરમાં કચરો એકત્ર કરવા માટે 333 ટીપરવાન રાખી છે. જેમાંથી 302 ટીપરવાન દૈનિક 1500થી વધુ ઘરોમાં કચરો લેવા જઇ રહી છે. એક ટીપરવાન પાછળ મહાનગરપાલિકા દૈનિક 1450 રૂપિયાથી વધુનો ખર્ચ કરી રહ્યું છે. આમ છતાં શહેરમાં ટીપરવાન કચરો લેવા માટે આવી નથી તેવી ફરિયાદો ઊઠી રહી છે. રાજકોટમાં ટીપરવાન કચરો લેવા આવી નહીં હોવાથી કોલ સેન્ટર અને વોર્ડ ઓફિસમાં દૈનિક 50થી વધુ ફરિયાદ સામે આવી રહી છે.

 

શહેરમાં રાખેલી તમામ મોટી કચરા પેટી દૂર કરી નાની કચરા પેટી મુક્વામાં આવી છે. આ કચરાપેટી અને શહેરના સફાઇ કામદારો વ્હીલબરનો કચરો ટીપરવાનમાં ઠાલવી રહ્યા છે. જેના કારણે ટીપરવાન ઉપર કામનું પ્રેશર વધી ગયું છે અને ઘરો સુધી કચરો લેવા જઇ શકતું નથી. રાજકોટ શહેરમાં 1000 લિટરની જાહેર માર્ગો પર મુકવામાં આવેલી તમામ કચરાપેટી દૂર કરવામાં આવી છે. આ કચરાપેટીમાં સફાઇ કામદારો પાસે એકત્ર થયેલો કચરો નાખતા હતા અને તે કચરાપેટી દૈનિક ઉપાડવાની વ્યવસ્થા હતી. હવે મોટી કચરાપેટી દૂર કરી 200-200 લિટરની નાની કચરા પેટી મૂકી છે.

 

શહેરમાં ફરતા ટીપરવાનમાં સફાઇ કામદારો પોતાની વ્હીલબરનો કચરો ઠાલવે છે અને નાની કચરા પેટીમાંથી કચરો ઉપાડવાનું કામ પણ ટીપરવાને જ કરવાનું હોય છે. બીજી તરફ ટીપરવાન કચરાથી ભરાઇ જાય એટલે તેને ગાર્બેજ કલેક્શન સેન્ટર પર ખાલી કરવા જવું પડે છે. કલેક્શન સેન્ટર પર યોગ્ય વ્યવસ્થા નહીં હોવાથી કલાકો સુધી ટીપરવાન ત્યાં રોકાઇ રહે છેે અને શહેરના ઘરો સુધી પહોંચી શકતી નથી. ટીપરવાન નહીં આવવાના કારણે શેરીઓમાં ગંદકી વધી રહી છે. બીજી તરફ મહાનગરપાલિકા દૈનિક 1450થી વધુ રૂપિયાનો ખર્ચ એક ટીપરવાન પાછળ કરી રહ્યું છે. ટીપરવાનની સંખ્યા ઓછી હોવાથી દૈનિક 1500થી વધુ ઘરોમાં કચરો લેવા જવું પડે છે.

 

ટિપરવાનમાં પાછળ રાખેલા કોથળાથી ફેલાતી ગંદકી


ટીપરવાન પેટીપેક બંધ હોવું જોઇએ. જ્યાથી કચરો નાખવામાં આવે ત્યા બે અલગ અલગ પાર્ટિશન રાખવાના છે. પરંતુ ટીપરવાનના ડ્રાઇવર અને ક્લિનર ઉપરની આવક મેળવવા માટે શહેરીજનો કાગળ, બોક્સ કે અન્ય વસ્તુઓ આપે તે રાખવા માટે ગાડી પાછળ કોથળા રાખે છે અને તેમા નાખતા હોય છે. આ કોથળાના કારણે શહેરમાં ગંદકી ફેલાઇ રહી છે. તેમાં રાખેલો કચરો બહાર પડતો હોય છે.

 

આગળની સ્લાઇડ્સમાં વાંચો, ગાડીમાં સૂકો ભીનો કચરો સાથે જ વાનમાં નખાય છે....

અન્ય સમાચારો પણ છે...