તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હળવદમાં VHPના કાર્યકરો પર હુમલા બાદ રાજકોટમાં ટાયરો સળગ્યા, બજરંગદળ રસ્તા પર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: હળવદમાં ગત રાત્રે VHPના કાર્યકરો પર થયેલા મુસ્લિમો દ્વારા હુમલાથી લોકોમાં ઉશ્કેરણીનો માહોલ સર્જાયો હતો. સવારે હળવદમાં ટાયરો સળગ્યા બાદ બજરંગદળ દ્વારા રાજકોટ ત્રિકોણબાગ ખાતે ટાયરો સળગ્યા હતા.  આ સાથે બજરંગદળના કાર્યકરો રસ્તા પર ઉતરી ‘મુસ્લિમ હુમલાખોરો હાય હાય’ના પોસ્ટરો લઈ વિરોધ નોંધાવ્યો હતો.

 

પોલીસે તાત્કાલિક અસરથી વિરોધ કરતા 10થી વધુ બજરંગદળના કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે. બજરંગદળ કહે છે કે મુસ્લિમ હુમલાખોરોને ઝડપથી ધરપકડ કરવામાં આવે.

 

હળવદમાં રાત્રે બે  ટોળા વચ્ચે જૂથ અથડામણ થઈ હતી
 
ગઈકાલે રાત્રે બે કોમના ટોળા સામસામે આવી ગયા હતા. જેમાં ચાર વ્યક્તિ ઘાયલ થયા હતા. ત્યારબાદ આજે સવારે હળવદમાં દુકાનોની આગચંપી કરવામાં આવી હતી. જેને પગલે પોલીસે શહેરમાં કલમ 144 લાગુ કરી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...