તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટના રાજવી મનોહરસિંહ જાડેજાને આ બાબતોએ ‘દાદા’બનાવ્યા હતા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: રાજકોટના પૂર્વ રાજવી, ગુજરાતના માજી નાણામંત્રી અને દાદાના હુલામણા નામથી ઓળખાતા મનોહરસિંહજી જાડેજાનું ગુરુવારે 83 વર્ષની વયે રણજિતવિલાસ પેલેસ ખાતે નિધન થયું છે. તેઓની સ્મશાનયાત્રા શુક્રવારે પેલેસ ખાતેથી જ નીકળશે અને રામનાથપરા જશે તેમ રાજવી પરિવારે જણાવ્યું હતું. મનોહરસિંહજી જાડેજા છેલ્લા કેટલાક સમયથી બીમાર રહેતા હતા.


આ બાબતોએ મનોહરસિંહ જાડેજાને ‘દાદા’ બનાવ્યા


-પેલેસ રોડનો વિકાસ માત્ર મનોહરસિંહજી જાડેજા એટલે કે દાદાને આભારી


-અરજદાર આવે એટલે નામ પછી પૂછતા કામ પહેલા પૂછતા


-અરજદારની ફરિયાદ આવે એટલે તુરંત સંલગ્ન અધિકારીને ફોન લગાવી કામ પૂરું કરવા સૂચના આપતા હતા અને અરજદારને કામ ન પતે તો ફરી રજૂઆત માટે આવવા કહેતા હતા. જો કે કામ ન પતે તેવું કયારેય બન્યું નથી.


-સંનિષ્ઠ કાર્યકર દિનુમામાના દીકરાના લગ્નમાં દાદાને સૂટ પહેરીને આવવાનું કહેતા તેઓ સૂટ પહેરીને આવ્યા હતા અને પરિવારના સભ્યની જેમ બે કલાક મહેમાનો સાથે રહ્યા હતા.


-મનોહરસિંહજીને કોંગ્રેસની કેન્દ્રમાં સરકાર હતી ત્યારે જમ્મુ-કાશ્મીર અને મહારાષ્ટ્રમાં બે સ્થળે ગવર્નર બનાવવાની ઓફર હાઇ કમાન્ડે આપી હતી અને તેના માટે દિલ્હી આવવા તેડુ મોકલ્યું હતું, પરંતુ રાજવી તરીકેની ગરિમા જાળવવા તેઓ દિલ્હી ગયા ન હતા.


-જંગલેશ્વર વિસ્તાર એક સમયે મિનિ પાકિસ્તાનની ઇમેજ ધરાવતો હતો જેના વાતાવરણમાં પણ સુધારો કરાવ્યો હતો.


-જીઆઇડીસીના ચેરમેન હતા ત્યારે રાજકોટની મેટોડા જીઆઇડીસીમાં ઓછા વળતરની ફરિયાદો ખેડૂતોમાંથી ઉઠતા દાદાએ તેના પર ગંભીરતાથી ધ્યાન આપ્યું હતું અને ખેડૂતોને અઢીગણાથી વધુ વળતર અપાવ્યું હતું.


-ક્યારેય ઝૂંપડપટ્ટી તોડવા દેતા ન હતા. રજવાડાની કિંમતી જમીન પર ઝૂંપડપટ્ટી ઊભી થઇ ગઇ હતી તેને તોડવા માટે દાદાએ ક્યારેય પ્રયાસ તો કર્યા નહોતા, પરંતુ જ્યારે જ્યારે મનપા કે અન્ય કોઇ સરકારી તંત્ર ઝૂંપડપટ્ટી તોડવાની વાત કરતું ત્યારે, દાદા તેનો વિરોધ કરતા અને તેઓ જ્યાં સુધી રાજકારણમાં રહ્યા ત્યાં સુધી અને ત્યારબાદ પણ તેઓએ ક્યારેય લોકોનું ઘર છીનવ્યું ન હતું.