જેટ એરવેઝમાં રાજકોટના શાકાહારી યુવાનને નોનવેજ પીરસાતા 65 હજાર વળતર ચૂકવવા આદેશ

DivyaBhaskar.com

Sep 12, 2018, 01:04 PM IST
રાજકોટના યુવાનને 65 હજાર વળતર ચૂકવવા આદેશ
રાજકોટના યુવાનને 65 હજાર વળતર ચૂકવવા આદેશ

ઓગસ્ટ 2016માં ચેન્નઇથી મુંબઇ જેટ એરવેઝની ફ્લાઇટમાં યુવાને મુસાફરી કરી હતી

રાજકોટ: રાજકોટના પ્રહલાદ પ્લોટમાં રહેતા ભાનુશંકર જગદીશચંદ્ર જાની જેટ એરવેઝમાં મુસાફરી દરમિયાન શાકાહારી ફૂડનો ઓર્ડર કર્યો હતો. યુવાન શાકાહારી હોવા છતાં તેને નોનવેજ પિરસવામાં આવ્યું હતું. જેને લઇ તેને ડિસ્ટ્રીક્ટ કંઝ્યુમર ફોરમમાં ફરિયાદ કરી હતી. જેના પગલે ફોરમે મુસાફરને 65 હજારનું વળતર આપવા જેટ એવરેઝને આદેશ કર્યો છે.

ઓગસ્ટ 2016માં ચેન્નઇથી મુંબઇ જેટ એરવેઝની ફ્લાઇટમાં યુવાને મુસાફરી કરી હતી

ઓગસ્ટ 2016માં ચેન્નઇથી મુંબઇ જેટ એરવેઝની ફ્લાઇટની મુસાફરી દરમિયાન યુવાને ટિકિટના બુકિંગ સમયે એશિયન વેજીટેરીયન મિલનું બુકિંગ કરાવ્યું હતું. છતાં જેટની બેદરકારીમાં કર્મચારી દ્વારા સુદ્ધ શાકાહારી મુસાફરને ચિકન પિરસવામાં આવ્યું હતું. આથી તેણે કંઝ્યુમર ફોરમમાં કેસ કર્યો હતો. આ કેસ ચાલી જતા ચુકાદો આવ્યો કે, યાત્રિકને 50 હજાર વળતર, માનસિક યાતના બદલ 10 હજાર અને કેસ ખર્ચના 5 હજાર સહિત 65 હજારની વળતરરૂપે આપવાનો આદેશ કરવામાં આવ્યો છે.

તારક મહેતા ફેમ બાઘાના સસરાનું રાજકોટમાં હાર્ટ એટેકથી નિધન

X
રાજકોટના યુવાનને 65 હજાર વળતર ચૂકવવા આદેશરાજકોટના યુવાનને 65 હજાર વળતર ચૂકવવા આદેશ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી