તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લવયાત્રી ફિલ્મના પ્રમોશન માટે રાજકોટના ગાયકની પસંદગી કરતું સલમાનનું પ્રોડક્શન હાઉસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જયદેવ ગોસાઇની પસંદગી કરતું સલમાનનું પ્રોડક્શન હાઉસ - Divya Bhaskar
જયદેવ ગોસાઇની પસંદગી કરતું સલમાનનું પ્રોડક્શન હાઉસ

રાજકોટ: કાઠીવાડી કંઠ બોલીવૂડમાં પગ જમાવી ચૂક્યો છે. ઓસમાણ મીર સહિતના કલાકારો પર બોલીવૂડના દિગ્ગજ ડાયરેક્ટરો પસંદગી ઉતારી ચૂક્યા છે. સલામાન ખાનની હોમ પ્રોડક્શનની લવયાત્રી ફિલ્મ માટે રાજકોટના યુવાનની પસંદગી કરવામા આવી છે. રાજકોટના જયદેવ ગોસાઇનો કંઠ સલામનને એવો સ્પર્શી ગયો કે તેને આ યુવાનને નવરાત્રી દરમિયાન પોતાની ફિલ્મના પ્રમોશન માટે આમંત્રણ પાઠવી દીધુ છે. મુંબઇના ગરબામાં હાજર રહી ગરબા ગાઇ પ્રમોશન કરવામા આવશે.


DivyaBhaskar.com સાથે જયદેવની વાતચીત

 

DivyaBhaska.com સાથેની વાતચીતમાં જયદેવે જણાવ્યું હતું કે, માનો ગરબો મારો અલગ જ પ્રોજેક્ટ છે. આવતીકાલે ટી સિરીઝ લોન્ચ કરવાનું છે. આ સિવાય મેં સાહબ બીબી ઔર ગેંગસ્ટર, બુલેટ રાજા જેવા ફિલ્મોમાં મારો અવાજ આપ્યો છે. સલમાન ખાનના પ્રોડક્શન હાઉસમાંથી રાજેશ નેગી નામના વ્યક્તિનો ફોન હતો. ફિલ્મના પ્રમોશન માટે પ્રોડક્શન હાઉસ નવારાત્રીના ગરબાનું આયોજન કરી રહ્યું છે. જેમાં આપે ગાવાનું છે. તમારો અવાજ પ્રોડક્શન હાઉસ સહિત બધાએ સાંભળ્યો અને ગમ્યો છે.

 

વારસામાં મળેલી સંગીતની કલા તેને બોલીવૂડ સુધી લઇ ગઇ

 

છેલ્લા આઠ વર્ષથી પ્રોફેનલ સિંગર તરીકે જયદેવ અવાજ આપી રહ્યો છે. વારસામાં મળેલી સંગીતની કલા તેને બોલીવૂડ સુધી લઇ ગઇ. સંગીતમાં માસ્ટર કરી હાલ તે પીએચડી કરી રહ્યા છે. મૂળ તે ભાવનગરના મહુવાના ખારી ગામના છે. તેમના પિતા ધીરજગીરી ગોસાઇ સંગીતના જાણકાર છે. 

 

નવ દિવસ સુધી ગાશે ગરબા 

 

સલમાનખાનની હોમ પ્રોડક્શન ફિલ્મના પ્રમોશન માટે એક કાઠીયાવાડી અવાજની જરૂર હતી. જ્યારે રાજકોટમાં રહેતા એવા કાઠીયાવાડી સિંગર જયદેવ પર પસંદગી ઉતારી હતી, જયદેવે જણાવ્યું હતું કે મુંબઇમાં કાંદિવલીમાં હાઇપ્રોફાઇલ ગરબાનું આયોજન કરવામા આવ્યું છે. આ ગરબામાં ફિલ્મનું પ્રમોશન કરવાનું છે.  જેમા માનો ગરબો રે,રમે રાજને દરબાર ગરબો ગાવામા આવશે. જયદેવ નવ દિવસ સુધી ગરબા ગાશે. 

 

33 સિંહના બ્લડ ટેસ્ટ નેગેટિવ આવ્યા, લાળના રિપોર્ટ બાદ ભયમુક્ત જાહેર કરાશે