રાજકોટની મહિલાની અનોખી પહેલ, 10 હજાર માટીની ગણેશમૂર્તિમાં મુકાશે વૃક્ષના બીજ

શાળામાં વર્કશોપ યોજી માટીની ગણેશમૂર્તિ શિખવાડતા શીલાબેન
શાળામાં વર્કશોપ યોજી માટીની ગણેશમૂર્તિ શિખવાડતા શીલાબેન
અંદાજીત 10 હજાર માટીની ગણેશમૂર્તિમાં વૃક્ષનું બીજ મુકાશે
અંદાજીત 10 હજાર માટીની ગણેશમૂર્તિમાં વૃક્ષનું બીજ મુકાશે
શીલાબેન રાઠોડ
શીલાબેન રાઠોડ

DivyaBhaskar.com

Sep 11, 2018, 03:32 PM IST

રાજકોટ: છેલ્લા 15 વર્ષથી માટીના ગણેશ અને અન્ય મૂર્તિઓ બનાવવા માટે શાળા-કોલેજોમાં નિ:શુલ્ક વર્કશોપ યોજી હજારો વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા શીલાબેન રાઠોડે આ વર્ષે અનોખી પહેલ કરી છે. જેમાં સૌથી મહત્વની અને પર્યાવરણ શુદ્ધ રાખવા માટીની ગણેશ મૂર્તિમાં ગણેશજીના પેટમાં એક બીજ મુકાશે જેથી લોકો જ્યાં પણ ગણેશ મૂર્તિનું વિસર્જન કરે ત્યારે બીજના માધ્યમથી ત્યાં એક ઘટાદાર વૃક્ષ ઉગી નિકળે. પર્યાવરણ બચાવવા શહેરની 50થી વધુ શાળાઓના વિદ્યાર્થીઓને વર્કશોપ યોજી માટીના ગણેશ બનાવતા શીખવાડાશે. અંદાજીત 10 હજાર ગણેશ મૂર્તિઓમાં જુદા જુદા બીજ મુકવાથી વિસર્જન કર્યા બાદ 10 હજાર વૃક્ષોનું વાવેતર પણ પરોક્ષ રીતે કરી શકાશે. તો શ્રદ્ધા અને પ્રકૃતિનો સંગમ કરીએ અને ગણેશજીને વંદન કરીએ.

માટીના ગણેશ બનાવવા આટલી સામગ્રી જોઈએ

માટીના ગણેશ બનાવવા 500 ગ્રામ જેટલી કાળી માટી, બાકસની સળી, પ્લેટ-ડીસ અથવા કોઈ પણ આધાર, કલર્સ. ગણતરીની મિનિટમાં જ ઘેર બેઠા એક વેંતથી એક ફૂટની માટીની ગણેશ મૂર્તિ બનાવી શકાય છે.

વિસર્જન સુધી વિદ્યાર્થીઓને અપાશે વિનામૂલ્યે તાલીમ

માટીના ગણેશ બનાવવા માટે શીલાબેન રાઠોડ 10થી વધુ વયના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે તાલીમ આપી રહ્યા છે. ખાનગી અને સરકારી શાળાઓમાં છાત્રોને નિ:શુલ્ક માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. કોઇ પણ શાળા કે ગ્રુપમાં આ વર્કશોપનો લાભ લેવા માટે શીલાબેન રાઠોડ મો. 9924270720 પર રજીસ્ટ્રેશન કરાવી શકાય છે.

માટીના ગણેશથી પર્યાવરણ બચશે, વૃક્ષો વવાશે

પીઓપીની ગણેશ મૂર્તિઓ પાણી ખરાબ કરીને પ્રદૂષણ વધારે છે જ્યારે માટીના ગણેશથી એકબાજુ પર્યાવરણ પણ બચશે અને બીજી બાજુ મૂર્તિમાં મુકેલું બીજ વિસર્જન બાદ એક ઘટાદાર વૃક્ષ બનશે તેથી બે કામ ખૂબ સારા થશે. લોકોએ અને તંત્રએ પણ જાગૃતિ અને પર્યાવરણ બચાવવા આ કોન્સેપ્ટ અપનાવવો જોઈએ. - શીલાબેન રાઠોડ, માર્ગદર્શિકા

WWFની વન પ્લેનેટ સિટી ચેલેન્જ 2017-18 એવોર્ડ માટે ઇન્ટરનેશનલ જ્યુરી દ્વારા રાજકોટની પસંદગી


વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો.......

તસવીરો: નિહિર પટેલ રાજકોટ.

X
શાળામાં વર્કશોપ યોજી માટીની ગણેશમૂર્તિ શિખવાડતા શીલાબેનશાળામાં વર્કશોપ યોજી માટીની ગણેશમૂર્તિ શિખવાડતા શીલાબેન
અંદાજીત 10 હજાર માટીની ગણેશમૂર્તિમાં વૃક્ષનું બીજ મુકાશેઅંદાજીત 10 હજાર માટીની ગણેશમૂર્તિમાં વૃક્ષનું બીજ મુકાશે
શીલાબેન રાઠોડશીલાબેન રાઠોડ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી