રાજકોટની ખાનગી સ્કૂલોને NCERTના પુસ્તક ભણાવવા પડશે, હવે છૂટછાટ નહીં

એમએચઆરડીના આદેશના પગલે સીબીએસઇએ સર્ક્યુલર જારી કર્યો

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 03:10 AM
Rajkot private schools will have to teach the NCERT book

રાજકોટ: રાજકોટ શહેર-જિલ્લાની તમામ સીબીએસઇ સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એનસીઇઆરટી(નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ)ના પાઠ્ય પુસ્તક ભણાવવાના રહેશે. માનવ સંશાધન વિકાસ મંત્રાલય(એમએચઆરડી)ના આદેશના પગલે સીબીએસઇ(સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન)એ આ વિશે તમામ ખાનગી સ્કૂલોને સર્ક્યુલર જારી કર્યો છે. આ સર્ક્યુલરમાં એનસીઇઆરટીની બુક્સ ભણાવવા ઉપરાંત સ્કૂલ બેગનું વજન ઓછું કરવા પર અને હોમવર્ક ન દેવા વિશે પણ સૂચના આપવામાં આવી છે. એવી સ્પષ્ટ સૂચના જારી કરવામાં આવી છે કે, પ્રથમ અને બીજા વર્ષના વિદ્યાર્થીઓને હોમવર્ક આપવાનું રહેશે નહીં.

મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટમાં સ્કૂલ એજ્યુકેશન એન્ડ લિટરસી ડિપાર્ટમેન્ટ તરફથી તમામ રાજ્યોને પત્ર જારી કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના અન્ડર સેક્રેટરી તરફથી તમામ રાજ્યો અને યુનિયન ટેરેટરીજના પ્રિન્સિપાલ સેક્રેટરી અથવા એજ્યુકેશન સેક્રેટરીને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, મદ્રાસ હાઇકોર્ટના આદેશની અમલવારી કરવા સૂચના આપવામાં આવી છે, તેમજ તેનો તાત્કાલિક રિપોર્ટ મિનિસ્ટ્રીને મોકલવા તાકીદ કરવામાં આવી છે. પત્રમાં કહેવાયું છે કે, 19 મે 2018ના મદ્રાસ હાઇકોર્ટે જે ઓર્ડર મોકલ્યો છે તેની અમલવારી કરવાની છે. કોર્ટના ઓર્ડરની કોપી પણ લેટર સાથે મોકલવામાં આવી છે. ત્યારબાદ તમામ સીબીએસઇ સ્કૂલોને સૂચના આપવામાં આવી છે.

X
Rajkot private schools will have to teach the NCERT book
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App