રાજકોટ પોલીસનું સૌથી મોટું ઓપરેશન, 200 પોલીસ કર્મચારીઓ સાથે 35 સ્પા સેન્ટરો પર દરોડા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના આદેશ મુજબ શહેરમાં આવેલા સ્પા સેન્ટરો પર 200 પોલીસ કર્મચારીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. દરોડાને લઇને સ્પા સેન્ટરના સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. રાજકોટ પોલીસ દ્વારા આ સૌથી મોટુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. દરોડામાં ક્રાઇમ બ્રાન્ચ સહિત સ્થાનિક પોલીસની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. પોલીસની 8થી 10 ટીમ બનાવવામાં આવી છે અને વિવિધ વિસ્તારમાં 35થી વધુ સ્પા સેન્ટરો પર દરોડા પાડવામાં આવ્યા છે. 

 

કોઇ ગેરરીતિ ઝડપાશે તો કોઇને દંડવામાં નહીં આવે પરંતુ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

 

ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ હિતેષ ગઢવીએ જણાવ્યું હતું કે, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને સ્થાનિક પોલીસ સહિત 200 પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. હાલ કામગીરી ચાલુ છે, કોઇ ગેરરીતિ ઝડપાશે તો કોઇને દંડવામાં નહીં આવે પરંતુ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રજીસ્ટ્રેશનથી લઇ પોલીસ વેરિફિકેશન કરાવ્યું છે કે કેમ તે તમામ બાબતો પર ચેકિંગ કરવામાં આવ્યું છે, મહિલા પોલીસ અધિકારીઓને પણ સાથે રાખવામાં આવ્યા છે. હ્યુમન ટ્રાફિકનો કોઈ પ્રશ્ન છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. વિદેશી કર્મચારીઓ રાખવામાં આવ્યા છે કે કેમ તેમજ શંકાસ્પદ વસ્તુઓ જણાશે ગુનો દાખલ કરવામાં આવશે.

 

 

રાજકોટના વેપારી પાસેથી બિહારમાં 4 પોલીસ સહિતની ગેંગે 1 કિલો સોનું લૂંટ્યું

 

 

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો.......