રાજકોટ: નરેશ પટેલના જન્મદિવસને લઇ રક્તદાન કેમ્પ, 2800 બોટલ એકત્ર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: લેઉવા પટેલ સમાજના અગ્રણી અને ખોડલધામ ટ્રસ્ટના પ્રણેતા નરેશ પટેલનો આજે 54માં જન્મદિવસ નિમિતે આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક સમાજના લોકોને મુશ્કેલીના સમયમાં રક્ત મળી રહે તે માટે સદજ્યોતા ચોરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા 2800 રક્તની બોટલ એકત્રિત કરવામાં આવ્યું હતું.

 

ગરીબ દર્દીઓને નરેશભાઇના માધ્યમથી રક્ત પહોંચાડવામાં આવે છે

 

સદજ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 18 વર્ષથી અલગ-અલગ સેવાકીય પ્રવૃતિ થકી લોકઉપયોગી કાર્યો કરી રહ્યું છે. વર્ષ 2000થી વિવિધ સ્થળો પર રક્તદાન કેમ્પનું આયોજન કરીને જીવનમાં રક્તનું કેટલું મૂલ્ય છે એ સાર્થક કરી રહ્યું છે. અત્યાર સુધીમાં સદજ્યોતા ચેટીટેબલ ટ્રસ્ટ દ્વારા 25થી વધુ મેગા રક્તદાન કેમ્પ કરવામાં આવ્યા છે. જેમાં 10 હજારથી વધુ રક્તની બોટલ એકઠી કરવામાં આવી છે.

 

નરેશભાઇના માર્ગદર્શન હેઠળ અગાઉ આ ટ્રસ્ટના માધ્યમથી વિનામૂલ્ય સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવતું હતું. આ ટ્રસ્ટના માધ્યમથી નરેશભાઇના જન્મદિવસે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં અત્યાર સુધીમાં હજારોની સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરીને જરૂરિયાતમંદ ગરીબ દર્દીઓને નરેશભાઇના માધ્યમથી રક્ત પહોંચાડાય છે.

 

પ્રાચી: 6 ઇંચ વરસાદથી સરસ્વતી નદીમાં પૂર, માધવરાયજી મંદિર પાણીમાં ડૂબ્યું

 

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કર....