ગાંધીજી ભણ્યા તે રાજકોટની શાળા બંધ, 26 કરોડના ખર્ચે બન્યું ગાંધી મ્યુઝિયમ, અંદરનો નજારો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીજી ભણ્યા તે સ્કૂલમાં બન્યું મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્ર - Divya Bhaskar
ગાંધીજી ભણ્યા તે સ્કૂલમાં બન્યું મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્ર


રાજકોટ: મહાનગરપાલિકાએ મહાત્મા ગાંધી જે વિદ્યાલયમાં અભ્યાસ કર્યો તે આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્ર (મ્યુઝિયમ) બનાવી રહ્યું છે. અત્યંત આધુનિક કક્ષાના આ અનુભૂતિ કેન્દ્ર પાછળ રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી 26 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ વિભાગો ઊભા કરવામાં આવ્યા છે. 30 સપ્ટેમ્બરે વડાપ્રધાન ગુજરાત પ્રવાસે આવે તેવી સંભાવના છે અને તેના પ્રવાસ દરમિયાન મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્રનું ઉદઘાટન કરે તેવી સંભાવના છે.

 

મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્રમાં ગાંધીજીના જીવનના તમામ પ્રસંગો રજૂ કરવામાં આવ્યા છે

 

તાજેતરમાં મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્ર માટે વધારાના 10 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. અનુભૂતિ કેન્દ્રનું કામ અંતિમ તબક્કામાં છે. આગામી 2 ઓક્ટોબર ગાંધી જન્મ જયંતી હોવાથી તે દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્રનું ઉદઘાટન કરે તેવી પણ એક વાત છે. મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્રમાં ગાંધીજીના જીવનના તમામ પ્રસંગો રજૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સોવિનિયર શોપ, વર્કશોપ, લાઇબ્રેરી તેમજ સાત્વિક ભોજન મળી રહે તે માટે ફૂડ કોટ, વી.વી.આઈ.પી ઓફિસ, અદ્યતન પાર્કિંગ, ટિકિટ બારી, સ્ટોરરૂમ વગેરે સુવિધા સાથે બન્યું છે. 

 

વિઘ્નહર્તાના વાહન એવા 50 સફેદ ઉંદરોને રાજકોટનો પટેલ પરિવાર સંતાનની જેમ સાચવે છે

 

 

આગળની સ્લાઇડ્સ 1853ની સાલમાં સૌરાષ્ટ્રમાં પ્રથમ આ હાઇસ્કૂલ બની હતી.