તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટમા બારદાન બળ્યા તેમાં યાર્ડના પ્લેટફોર્મને 2.50 કરોડનું નુકશાન થયું'તુ, યાર્ડની ગુજકોટને નોટિસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: રાજકોટના જૂના માર્કેટ યાર્ડના પ્લેટફોર્મમાં પડેલા બારદાનમાં આગ લાગ્યાની ઘટનાના લીધે માર્કેટ યાર્ડના પ્લેટફોર્મને રૂા.2.50 કરોડનું નુકસાન થતાં નુકસાનની આ રકમ ભરપાઇ કરવા માટે તાજેતરમાં રાજકોટ માર્કેટ યાર્ડ દ્વારા ગુજકોટને નોટિસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળે છે. ઉપરાંત જૂના માર્કેટ યાર્ડમાં મહિને રૂા.15 હજારના ભાડે રાખેલી ઓફિસનું છેલ્લા પાંચ મહિનાનું ભાડુ પણ ચૂકતે કરવા તાકીદ કરી હોવાનું જાણવા મળે છે. 

 

નુકસાનની રકમ ચૂકવવામાં નહીં આવે તો નિશ્ચિતપણે કાનૂની કાર્યવાહી 

 

વધુમાં આ અંગે રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન ડી.કે.સખીયા અને વાઇસ ચેરમેન હરદેવસિંહ જાડેજા સાથેની વાતચીતમાં જાણવા મળ્યું હતું કે, સરકારના આદેશથી અને ખેડૂતોને મદદરૂપ થવાના હેતુથી ગુજકોટને જૂના માર્કેટ યાર્ડમાં પ્લેટફોર્મ અને ભાડેથી ઓફિસની ફાળવણી કરવામાં આવી હતી. પરંતુ આગ લાગ્યાની ઘટના બાદ પ્લેટફોર્મને 2.50 કરોડનું નુકસાન થતાં તે રકમ ગુજકોટ પાસેથી વસૂલવા માટે ઠરાવ પસાર કરી નોટિસ આપવામાં આવી છે. જો આ નોટિસનો યોગ્ય પ્રત્યુતર આપી નુકસાનની રકમ ચૂકવવામાં નહીં આવે તો નિશ્ચિતપણે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

 

રાજકોટમાં 48 કલાકના અલ્ટિમેટમનો ઉલાળીયો, શાળા-કોલેજ, મોલ બહાર પાર્કિંગ યથાવત