તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટના રાજવી મનોંહરસિંહજી ગુજરાત રાજકારણમાં પણ સક્રિય હતા, નાણામંત્રી સહિત કેબિનેટના હોદ્દાઓ શોભાવ્યા છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટઃ રાજકોટના રાજવી મહારાજા મનોહરસિંહજી જાડેજાનું આજે મોડી સાંજે નિધન થયું છે. દાદાના હુલામણા નામથી જાણીતા રાજવી ભારતની સ્વતંત્રતા પછી ગુજરાતના રાજકારણમાં સક્રિય હતા. ઇન્દિરા ગાંધીના સમયમાં ગુજરાત કોગ્રેસના ઉપપ્રમુખ હતા. આ સાથે રાજ્યના નાણામંત્રી, રમત-ગમત મંત્રી સહિત કેબિનેટના અનેક હોદ્દોઓ શોભાવ્યા છે. 
 
 
આવું છે પૂર્વ રાજાનું જીવન
 
રાજકોટ શહેરના પ્રમુખથી માંડી રાજ્ય સરકારમાં આરોગ્ય પૂરવઠા, રમતગમત, નાણાં, બંદરો સહિતના વિભાગોમાં પ્રધાન તરીકે બજાવેલી કામગીરીની આજે પણ નોંધ લેવાય છે, દાદાએ 'રવિ પીયુ'ના ઉપનામથી ત્રણ કાવ્ય સંગ્રહ અને આત્મકથા પણ લખી છે. કોંગ્રેસમાં સત્તાથી માંડી સંગઠનની જવાબદારી તો નિભાવી જ છે. પરંતુ રાજકોટમાં પ્રજાના પ્રશ્નોને પણ બખૂબી નિભાવ્યા છે. 'દાદા'ના માનવાચક નામથી વધુ જાણીતા મનોહરસિંહજી તેમના જન્મદિવસની ઉજવણી હંમેશા ગુજરાતી તીથી એટલે કે વિક્રમ સંવત પ્રમાણે કરે છે.
 
રાજકીય કારકિર્દી
 
રાજકોટના મતદારક્ષેત્રમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માટે સ્થાયી મનોહરસિંહજી 1967માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટાયા હતા અને 1971 સુધી સેવા આપી હતી.  મનોહરસિંહજીએ રાજકોટ મતદારક્ષેત્ર માટે 1980થી 1985 અને 1990થી 1995 સુધી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે વધુ કાર્યવાહી કરી હતી  અને નાણાંમંત્રી, યુવા સેવાઓ પ્રધાન સહિતના કેબિનેટમાં સંખ્યાબંધ પદ પર કબ્જો મેળવ્યો હતો. 1998થી તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજ્ય વિભાગ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વાઇસ પ્રેસિડન્ટ તરીકે સેવા આપી હતી.
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...
 
અન્ય સમાચારો પણ છે...