ખોડલધામ ‘નરેશ’ના રાજીનામાનો વિવાદઃ પાટીદાર યુવાનો રસ્તા પર

પરેશ ગજેરા હાય હાયના નારા લાગ્યા
પરેશ ગજેરા હાય હાયના નારા લાગ્યા
Rajkot: Khodaldham chairman Naresh Patel resigned
રાજકોટમાં લગભગ 200થી વધારે પાટીદાર યુવાનો રાજીનામુ આપ્યું
રાજકોટમાં લગભગ 200થી વધારે પાટીદાર યુવાનો રાજીનામુ આપ્યું

DivyaBhaskar.com

Apr 03, 2018, 09:22 PM IST

રાજકોટ: ખોડલધામના ચેરમેન નરેશ પટેલે મંગળવારે અચાનક જ રાજીનામું આપી દેતાં ગુજરાતમાં પટેલ સમાજે ભારે આંચકો અનુભવ્યો હતો. બીજી બાજુ રાજકોટમાં ખોડલધામની માયાણીનગરમાં આવેલી ઓફિસે વિદ્યાર્થી સમિતિના યુવાનોએ ખોડલધામના પ્રમુખ પરેશ ગજેરા વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને ચીમકી ઉચ્ચારી હતી કે, જો નરેશભાઇ પટેલ રાજીનામું પરત નહીં ખેચે તો બુધવારથી ઉપવાસ સહિતના આંદોલન શરૂ કરવામાં આવશે. નરેશભાઇ રાજીનામું શા માટે આપ્યું અને પરેશ ગજેરા વિરુદ્ધ સૂત્રોચ્ચાર શા માટે થયા તે બાબતે અનેકવિધ ચર્ચાઓ શરૂ થઇ હતી.


એક વ્યક્તિના વર્ચસ્વના કારણે અંટશ પડી હોવાનું પણ ખોડલધામની ઓફિસે ચર્ચાતું હતું. બીજી બાજુ પ્રમુખ પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે, નરેશભાઇએ રાજીનામું નથી આપ્યું અને તેઓ હજુ ચેરમેન પદે યથાવત્ જ છે. રાજીનામું આપવું હોય તો બોર્ડની મિટિંગમાં આપવાનું થાય છે અને બોર્ડ જ રાજીનામું સ્વીકારવું કે ન સ્વીકારવું તેનો નિર્ણય કરે છે. નરેશભાઇ પટેલે બોર્ડની મિટિંગને બદલે મીડિયા સમક્ષ રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. આથી દબાણની રાજનીતિ હોવાનું પણ ચર્ચામાં હતું.

જો કે નરેશ પટેલના રાજીનામા બાદ ખાસ કરીને યુવાનોઅે પરેશ ગજેરાને ટાર્ગેટ કર્યા હતા અને મંગળવારે મોડી રાત સુધી પરેશ ગજેરા હાય-હાયના સૂત્રોચ્ચારો પોકાર્યા હતા. રાજીનામુ, સૂત્રોચ્ચાર અને અહમ સંદર્ભેની શરૂ થયેલી ચર્ચા બાદ પાટીદાર સમાજના આગેવાનોની તાકીદની બેઠક મળી હતી અને ઘરનો મામલો ઘરમાં જ સુલટાઇ જાય તેવા પ્રયાસો શરૂ કર્યા હતા. જો કે મંગળવાર મોડી રાત સુધી નરેશભાઇ પટેલે રાજીનામું પરત ખેચ્યું ન હતું અને કોકડું ગુંચવાયેલું રહ્યું હતું.

ખોડલધામ મંદિરે ઉપવાસ શરૂ કરવાની ચીમકી


નરેશ પટેલના રાજીનામા બાદ સૌરાષ્ટ્રના જિલ્લા સ્તરના કન્વીનરો, સહકન્વીનરો, મહિલા સમિતિ અને વિદ્યાર્થી સમિતિએ ચીમકી ઉચ્ચારી હતી કે, જો નરેશભાઇ રાજીનામું પરત નહીં ખેચે તો અમે નિષ્ક્રિય થઇ જશું અને રાજકોટ ઉપરાંત ખોડલધામ મંદિરે પણ ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે. કેટલાક ટ્રસ્ટીઓએ પણ નરેશભાઇની તરફેણમા રાજીનામાં આપ્યાની ચર્ચાઓ શરૂ થઇ હતી. જો કે પ્રમુખ પરેશ ગજેરા અને બોર્ડના સભ્યોએ વધુ રાજીનામા પડ્યાની વાતનું ખંડન કર્યું હતું.

મંગળવારે મોડી રાત સુધી ખોડલધામની ઓફિસે પાટીદાર આગેવાનોની બેઠકનો દોર ચાલુ રહ્યો હતો. પરંતુ કોઇ ફળદાયી પરિણામ આવ્યું ન હતું. બીજી બાજુ ખોડલધામ મંદિર અને ખોડલધામ ટ્રસ્ટની રાજકોટમાં આવેલી ઓફિસે આંદોલન શરૂ કરવાની વિદ્યાર્થી સમિતિએ આપેલી ચીમકી બાદ હવે બુધવાર સવારથી રાજીનામાના મુદ્દે શું થાય છે તે અંગે ભારે ઉત્સુકતા છવાઇ છે.

વધુ વાંચો આગળની સ્લાઇડ્સમાં...

X
પરેશ ગજેરા હાય હાયના નારા લાગ્યાપરેશ ગજેરા હાય હાયના નારા લાગ્યા
Rajkot: Khodaldham chairman Naresh Patel resigned
રાજકોટમાં લગભગ 200થી વધારે પાટીદાર યુવાનો રાજીનામુ આપ્યુંરાજકોટમાં લગભગ 200થી વધારે પાટીદાર યુવાનો રાજીનામુ આપ્યું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી