તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટના પૂર્વ રાજવી મનોહરસિંહજીને જમીન ફાળવવાના કેસમાં બહેને ઉઠાવ્યો વાંધો, 30મીએ સુનવણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: રાજકોટના પૂર્વ રાજવી મનોહરસિંહજી જાડેજાને તત્કાલિન મામલદારે જમીન આપવા સૂચના આપી હતી. પરંતુ આ ચૂકાદા સામે તત્કાલિન કલેક્ટર વિક્રાંત પાંડેએ પોતાનો પાવર વાપરી કેસ રિવીઝનમાં લઇ કેસ ચલાવવા હુકમ કર્યો હતો. જો કે આ મુદ્દે બહેન મોહિનીકુંવરબાએ જ વાંધો ઉઠાવ્યો હતો. આ કેસની સુનવણી હવે 30 ઓગસ્ટના રોજ થવાની હોવાથી ભારે ઉતેજના જોવા મળી રહી છે. 

 

આ કેસની સુનવણી 30 ઓગસ્ટના રોજ થશે

 

જુન 2016માં તત્કાલિન મામલતદારે મનોહરસિંહજી જાડેજાને કણકોટ, માધાપર, લાલપરી વગેરે સહિત અમુક યુનિટ જમીન ફાળવવા હુકમ કર્યો હતો. તેની સામે અપીલ દાખલ કરવામાં આવી હતી. આ કેસની સુનવણી 30 ઓગસ્ટના રોજ થશે. મનોહરસિંહજીના બહેન મોહિનીકુંવરબાએ પ્રાંત કચેરી સમક્ષ જણાવ્યું હતું કે, કેસમાં પ્રથમ કક્ષાના વારસદાર અમે છીએ. દરેક પક્ષકારને નોટિસ આપવાનો નિયમ છે. પરંતુ નોટિસ આપી નથી. ઠરાવ થવો જોઇએ તે સિવાય દસ્તાવેજી પૂરાવા પણ ધ્યાનમાં લીધા નથી. પરિવારનો આંબો યોગ્ય છે કે નહીં તેની પણ ચકાસણી થઇ નથી. મનોહરસિંહજી ત્રણ વર્ષથી બીમાર છે. તેના સેક્રેટરીએ ફોર્મ ભર્યું છે તેને આવી કોઇ સત્તા નથી. 

 

રાજવી પરિવાર સહિત લોકોમાં ચર્ચાનો મુદ્દો બન્યો

 

તત્કાલિન મામલતદારે ચૂકાદો આપ્યો ત્યારે ભોમેશ્વર મહાદેવ ટ્રસ્ટની જમીન 12 એકર મુક્તિપાત્ર ગણી બાકી રહેતી 669 એકર જમીનમાંથી ચાર યુનિટ ફાળવી દીધા હતા. જેની સામે અપીલ થઇ છે. 30 ઓગસ્ટે સુનવણી થશે આ મુદ્દો રાજવી પરિવાર સહિત લોકોમાં ચર્ચામાં છે. 

 

રાજકોટમાં 48 કલાકના અલ્ટિમેટમનો ઉલાળીયો, શાળા-કોલેજ, મોલ બહાર પાર્કિંગ યથાવત