તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટના રાજવી મનોહરસિંહજી જાડેજાની તબીયત નાજુક, પરિવારને બોલાવી લેવાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: રાજકોટના પૂર્વ રાજવી, ગુજરાતના માજી નાણામંત્રી અને દાદાના હુલામણા નામથી ઓળખાતા મનોહરસિંહજી જાડેજાનું ગુરુવારે 83 વર્ષની વયે રણજિતવિલાસ પેલેસ ખાતે નિધન થયું છે. તેઓની સ્મશાનયાત્રા શુક્રવારે પેલેસ ખાતેથી જ નીકળશે અને રામનાથપરા જશે તેમ રાજવી પરિવારે જણાવ્યું હતું. મનોહરસિંહજી જાડેજા છેલ્લા કેટલાક સમયથી બીમાર રહેતા હતા. તેઓની રણજિતવિલાસ પેલેસ ખાતે જ સારવાર કરવામાં આવતી હતી.

 

ગુરુવારે રાત્રે 8 વાગ્યા આસપાસ તેમનું નિધન થતાં શુભેચ્છકો, સ્નેહીઓ અને કોંગ્રેસ-ભાજપના અગ્રણીઓ મોટી સંખ્યામાં પેલેસ ખાતે દોડી ગયા હતા અને દાદાને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. મનોહરસિંહજી જાડેજાનો જન્મ 18-11-1935ના રોજ પ્રદ્યુમ્નસિંહજી લાખાજીરાજ જાડેજાને ત્યાં થયો હતો. દાદા લાખાજીરાજ બાપુના લોકશાહીના મૂલ્યોના ગુણ મનોહરસિંહજીમાં પણ ઉતર્યા હતા. રાજકુમાર કોલેજમાં તેમણે શિક્ષણ લીધું હતું પછી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો.

 

સારા રાજકારણી ઉપરાંત ક્રિકેટ, બેડમિન્ટન અને બિલિયર્ડસ રમવામાં પણ દાદા માહિર હતા. તેઓએ ત્રણ કાવ્યસંગ્રહ ઉપરાંત ‘ગયા વર્ષો, રહ્યા વર્ષો’ શીર્ષક હેઠળ પોતાનાં સંસ્મરણો પણ લખ્યાં હતાં. સ્વતંત્ર પક્ષના નિશાન પર અપક્ષ લડીને 1962માં રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. બાદમાં કોંગ્રેસમાં જોડાયા હતા. દાદા 1962 ઉપરાંત 1967, 1972, 1980, 1990 અને 1998માં તેઓ ધારાસભામાં ચૂંટાયા હતા.

 

મનોહરસિંહજી જ્યારે વિધાનસભામાં કોઇ પ્રશ્ને ચર્ચા કરતા હોય કે, માહિતી આપતા હોય ત્યારે બધાનું ધ્યાન દાદા તરફ જ રહેતું તેઓ બેસ્ટ પાર્લામેન્ટરિયન તરીકે એમની નામના વર્ષો સુધી રહી હતી. મનોહરસિંહજીના પિતા પ્રદ્યુમ્નસિંહજીનું અવસાન થયું ત્યારે રથમાં બેસવા માટે સેવકો અને સ્વજનોની વિનંતીનો અસ્વીકાર કરીને સ્મશાન સુધી પિતાજીની અરથી ખંભે ઊંચકનાર મનોહરસિંહજી જાડેજાએ ગુરુવારે અંતિમ શ્વાસ લીધો હતો.

 


રાજકોટ શહેર અને સૌરાષ્ટ્રના લોકો તેમજ દેશભરના રાજવી પરિવારો તેમના અંતિમ દર્શન કરી શકે તે માટે સવારે 8:00થી 10:00 દરમિયાન તેમનો પાર્થિવદેહ રણજીત વિલાસ પેલેસમાં રાખવામાં આવશે. ત્યારબાદ તેમની ચાંદીના રથમાં પાલખી યાત્રા રામનાથપરા સ્મશાનગૃહે જશે.


રાજવી પરંપરા મુજબ અંતિમયાત્રા હજુર પેલેસ રાજકોટ ખાતેથી નીકળશે. હાથીખાના, પેલેસ રોડ, ગુંદાવાડી પોલીસચોકી, મેસોનિક હોલ, આરએમસી ચોક, ત્રિકોણબાગ, લાખાજીરાજબાપુના બાવલા, ભૂપેન્દ્ર રોડ, હાથીખાના અને ત્યાંથી રામનાથપરા અંતિમયાત્રા પહોંચશે. મનોહરસિંહ જાડેજાને રાજવી પરંપરા અનુસાર પેલેસ ખાતે અને રામનાથપરા સ્મશાનગૃહ ખાતે 9 બંદૂકની સલામી આપવામાં આવશે. અંતિમયાત્રામાં રાજકોટ પોલીસના 20 ઘોડા તેમજ પોલીસ બેન્ડ પણ જોડાશે.

 

આ સાથે જ સૌરાષ્ટ્ર અને દેશભરના વિવિધ ભૂતપૂર્વ રજવાડાઓ, ક્ષત્રિય સમાજ તથા રાજકોટ શહેરીજનો અંતિમયાત્રામાં સામેલ થશે. રજવાડી પરંપરા અનુસાર રાજગાદી ખાલી રાખી શકાય તેમ ન હોય હાલના યુવરાજ માંધાતાસિંહની સવારે 9:30 વાગે તિલકવિધી કરાશે. એ સાથે ટીક્કા સાહેબ જયદીપસિંહ યુવરાજનું પદ ધારણ કરશે. રાજ્ય સરકાર વતી પ્રભારીમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પાલખી યાત્રામાં જોડાશે.


 

 

PM મોદીએ શોક વ્યક્ત કર્યો

Saddened by the demise of former Gujarat Minister Shri Manoharsinh Jadeja Ji. Respected across party lines, he made a mark as a dedicated legislator and good administrator. My thoughts are with his family and well wishers in this sad hour.

— Narendra Modi (@narendramodi) September 27, 2018
 
 

વિજય રૂપાણીએ ટ્વિટર પર શોક વ્યક્ત કર્યો

Saddened by the demise of Shri Manoharsinh Jadeja Ji - former Minister, Government Of Gujarat and outstanding legislator. I pray for the departed souls. My condolences to family members. Om Shanti...

— Vijay Rupani (@vijayrupanibjp) September 27, 2018


 

 

રાજકોટના રાજવી મનોંહરસિંહજી ગુજરાત રાજકારણમાં પણ સક્રિય હતા, નાણામંત્રી સહિત કેબિનેટના હોદ્દાઓ શોભાવ્યા છે

 

 

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો