તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજવાડી ઠાઠ સાથે રાજકોટ રાજવીના પૌત્રનું નીકળ્યું'તુ હાથી, ઘોડા અને 50 વિન્ટેજ કાર સાથે શાહી ફુલેકું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટના રાજવીના પૌત્રનું નીકળ્યું હતું શાહી ફુલેકુ - Divya Bhaskar
રાજકોટના રાજવીના પૌત્રનું નીકળ્યું હતું શાહી ફુલેકુ

રાજકોટ: રાજકોટના ઠાકોર સાહેબ મનોહરસિંહજી જાડેજાનું 83 વર્ષની ઉંમરે નિધન થયું છે. ત્યારે તેમના પૌત્ર અને યુવરાજ માંધાતાસિંહજીના પુત્ર ટિક્કા સાહેબ જયદીસિંહ જાડેજાના લગ્ન 23 જાન્યુઆરી 2015ના રોજ યોજાયા હતા. લગ્નના આગલા દિવસે તેમનું જાજરમાન શાહી ફૂલેકુ નીકળ્યું હતું. જેની ઉજવણી ધૂમધામથી થઇ હતી. ફૂલેકામાં રજવાડી ઠાઠ જોવા મળ્યો હતો. ફુલેકામાં હાથી, ઘોડા, ઊંટ અને 50 વિન્ટેજ કાર જોવા મળી હતી.

 

ઘોડા, ઉંટગાડીઓ તથા 50 વિન્ટેજ કારના કાફલા સાથે શાહી ફૂલેકુ રાજકોટના રાજમાર્ગો ફર્યું હતું

 

રણજીત વિલાસ પેલેસેથી કુંવરનું ઐતિહાસિક ફૂલેકુ નિકળ્યું હતું. જેમાં કુંવર ચાંદીથી મઢેલી હાથીની અંબાડી ઉપર બિરાજમાન થયા હતા. ઘોડા, ઊંટગાડીઓ તથા 50 વિન્ટેજ કારના કાફલા સાથે શાહી ફૂલેકુ રાજકોટના રાજમાર્ગો ફર્યું હતું. ફુલેકાના અદભૂત દ્રશ્યોને નિહાળવા શહેરીજનો ઉમટી પડ્યા હતા. લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ફૂલેકામાં પાંચ હજાર સાફાધારી ક્ષત્રિયો જોડાયા હતા. તેમજ દેશભરમાંથી આવેલા રાજવી પરિવારના રાજાઓ પણ સજી ધજીને ફૂલેકામાં જોડાયા હતા. આ ઉપરાંત વિદેશથી પણ મોટી સંખ્યામાં રાજવી પરિવારના મહેમાન બનેલા લોકો ફૂલેકામાં જોડાઇને આનંદ માણ્યો હતો.

 

રાજવી પરંપરા સાથે દાદાની અંતિમ વિદાય, લોકો ઉમટ્યા, રૂપાણી દર્શન માટે આવશે રાજકોટ

 

 

રજવાડી ઠાઠ ધરાવતા ફુલેકાની વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો............