બોગસ ડોક્ટર / રાજકોટમાં હોસ્પિટલમાં કામ કરતો મયુર યુવતી સપ્લાય કરતો, તબીબની પૂર્વ પત્નીની ઓડિયો

DivyaBhaskar.com | Updated - Jan 11, 2019, 01:54 AM
  X

  • હજુ ઇન્ટ્રોગેશન બાકી છે, હાલ કંઇ કહેવું વહેલું: ડીસીપી
  • નકલી ડોક્ટર પોતાની કરતૂત છૂપાવવા મારી પર આક્ષેપ કરે છે: મોરી

  રાજકોટ: શહેરના બહુચર્ચિત ડો. શ્યામ રાજાણી કેસમાં નવો વળાંક આવ્યો છે. 22 દિવસથી ગુમ મયુર મોરીને પોલીસે શોધી કાઢ્યો છે. ડીસીપી રવિ મોહન સૈનીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં માહિતી આપી હતી કે, મયુર જાતે જ કચ્છ સાઇડ જતો રહ્યો હતો. ડોક્ટરની પૂર્વ પત્ની કરિશ્માની એક ઓડિયો ક્લિપ સામે આવી છે તેમા તે બોલી રહી છે કે તેની હોસ્પિટલમાં કામ કરતો મયુર મોરી યુવતી સપ્લાય કરે છે. આ પહેલા પત્નીએ પોતાના પૂર્વ પતિ એટલે કે ડોક્ટર પર પણ આ આક્ષેપ લગાવી ચૂકી છે.

  મોબાઇલ લોકેશનના આધારે મયુરને પકડ્યો

  1.ઉલ્લેખનીય છે કે પોલીસે મયુરનો ફોન ટ્રેક કર્યો હતો. જેના આધારે તેની ભાળ મળી છે. મયુર છેલ્લા 22 દિવસથી ગુમ હતો. થોડા દિવસ પહેલા તેને માર મારવાનો વીડિયો પણ સામે આવ્યો હતો. ડીસીપીએ જણાવ્યું હતું કે, મયુર જાતે જ કચ્છ સાઇડ જતો રહ્યો હતો ત્યાં સિમેન્ટ ફેક્ટરીમાં કામ કરતો હતો. હજુ પૂછપરછ બાકી છે ત્યારબાદ જ સત્ય હકીકત બહાર આવશે.
  મયુર મોરી પોતાનો બચાવ કરી રહ્યો છે
  2.મયુરે જણાવ્યું હતું કે, મેં ખોટી રીતે એર્બોશન કરવાની ના પાડી હતી. એર્બોશન કરવાની ના પાડતા માર મારવામાં આવ્યો હતો. હું ચાર વર્ષથી હોસ્પિટલમાં કામ કરતો હતો. મારી પાસે ડોક્ટર રાજાણી વિરુદ્ધ અનૈતિક સંબંધોના પુરાવા હતા આથી મારો પગાર વધારવાનું બહાનું કાઢી મને મળવા બોલાવ્યો હતો. XUV કારમાં મને બેસાડી માર મારવામાં આવ્યો હતો. 
  હોસ્પિટલમાં કામ કરતો મયુર અને ડોક્ટરની પત્ની સંપર્કમાં હતા
  3.મયુર અને  કરિશ્મા સંપર્કમાં છે તે વાતની જાણ થતા શ્યામ રાજાણીએ મયુરનું અપહરણ કરી ઢોર માર માર્યો અને તેના
  વોટ્સએપ સ્ટેટસમાં પણ મૂક્યું હતું તે કબૂલાત કરિશ્મા ગાંધીએ કરી હતી. હોસ્પિટલમાં કામ કરતા મયુરે ડોક્ટરનો કાંડ તેની
  પત્ની કરિશ્માને કહી દેતા બન્નેના છૂટાછેડા થયા હતા. તેવું માની ડોક્ટરે મયુરનું અપહરણ કરી માર માર્યો હતો.
   
  કરિશ્મા સિવિલ હોસ્પિટલમાંથી દવા ચોરતી હતી
  4.આરોપી શ્યામની ડોક્ટરની ડીગ્રી પણ બોગસ હતી અને કરિશ્મા હોસ્પિટલમાં સિવિલ હોસ્ટિલમાં ચોરી કરી દવાઓ પણ તેની પત્ની લાવતી હોવાનું સામે આવ્યું હતું. ગઈકાલે રાત્રે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા શ્યામ રાજાણી અને તેના પિતા સામે નોંધાવવામાં ફરિયાદ નોંધવામા આવી છે. આજે ફરી એક વખત આરોગ્ય વિભાગની ટીમ તપાસ અર્થે પહોંચી લાઈફ કેર હોસ્પિટલમાં પહોંચી હતી અને 1500 ઇન્જેક્શન, 5 બોક્સ પાટા, એન્ટી સેપ્ટિકની 25 બોટલ, અલગ અલગ લિક્વિડ સહિત 12 પ્રકારની વસ્તુના 8 બોક્સ મળી આવ્યા હતા. આ જથ્થો સરકારી દવાના જથ્થાને આરોગ્ય વિભાગ દ્વારા પોલીસને સુપ્રત કરવામાં આવ્યો છે.
  આવી રીતે પોલીસે મયુરને પકડી પાડ્યો હતો
  5.- માર માર્યા બાદ મયુરને રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડીએ ઉતારી દીધા બાદ તે જૂનાગઢ પહોંચ્યો હતો, ત્યારબાદ તેણે સોમનાથ અને દ્વારકામાં આશરો મેળવ્યો હતો.
  - મોબાઈલ નંબર બદલી અલગ-અલગ શહેરોમાં આશરો મેળવનાર મયુર મોરી કચ્છની સાંધી સિમેન્ટની ફેક્ટરીમાં ગૂપચૂપ રીતે કામે લાગી ગયો હતો. 
  - આ સમગ્ર પ્રકરણમાં તે પ્રાંસલી ગામના સરપંચ અને તેના અન્ય મિત્રના સંપર્કમાં હોવાનું પણ ખુલ્યું હતું.
  - પોલીસે મોબાઈલના લોકેશન અને કોલ ડિટેઈલના આધારે મયુરના મિત્રને રાઉન્ડ અપ કરતાં તેની ભાળ મળી ગઈ હતી. 
  - આ સમગ્ર ઘટનામાં રાહુલ પઢીયારે વીડિયો ઉતારી પ્રાસંલીના મયુરના જ એક મિત્રને ફોરવર્ડ કર્યા બાદ આ પ્રકરણ બહાર આવ્યું હતું.
  સરકારી દવાઓ પોલીસે કબ્જે કરી
  6.રાજ્ય સરકાર દ્વારા મફતમાં આપવામાં આવતી દવાઓનું લાઈફ કેર હોસ્પિટલ તરફથી વહેંચાણ કરવામાં આવતું હતું.પોલીસે શ્યામ રાજાણીના પિતા હેમંત રાજાણીની પણ ધરપકડ કરી છે અને બી ડિવિઝન પોલીસે 28 હજારની સરકારી દવાઓ કબ્જે કરી છે
  COMMENT

  Recommended

  પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
  Read In App