• Gujarati News
  • National
  • રાજકોટ તબીબ આત્મહત્યા, ભાઇનો સાસરિયા પર આક્ષેપ, આ છે પત્ની પુજા Rajkot Doctor Suicide And Reason Of Wife With Marriage

રાજકોટ તબીબ આત્મહત્યા, ભાઇનો સાસરિયા પર આક્ષેપ, આ છે પત્ની પુજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: શહેરમા ગઇકાલે રવિવારની સાંજે તબીબે પત્ની પર આક્ષેપો કરી દીવાલ પર સુસાઇડનોટ લખી ગળેફાંસો ખાઇ લીધો હતો. જેને લઇ મૃતક વિપુલ પારીયાના ભાઇએ આક્ષેપો કર્યા હતા કે, કોલ ડિટેઇલ કઢાવી તપાસ થવી જોઇએ. પત્ની પુજા, સાસુ અને સસરા ટોર્ચરિંગ કરતા આ પગલું ભર્યાના આક્ષેપો થતા તબીબ યુવાનનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયું હતું. મારા ભાઇને ઘર જમાઇ રાખવા ઇચ્છતા હતા, તેનો 23 હજાર પગાર હતો અને તે દેણામા હતો તેવા આક્ષેપો કર્યા હતા. હાલ સોશિયલ મીડિયામાં તબીબ સાથે પત્ની પુજાના ફોટા વાઇરલ થઇ રહ્યાં છે.

 

શહેરના 150 ફૂટ રિંગ રોડ પર બિગબજાર પાસેની ભીમરાવ સોસાયટીમાં રહેતા અને સાત મહિના પૂર્વે જ પ્રેમલગ્ન કરનાર ડોક્ટરે પત્ની સાથેના ઝઘડાથી કંટાળી ફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો હતો. પતિ-પત્ની વચ્ચે શનિવારે રાત્રે પણ ઝઘડો થયો હતો. કરણપાર્ક પાસેની ભીમરાવ સોસાયટીમાં રહેતા ડો.વિપુલ મોહનભાઇ પારિયા (ઉ.વ.25)એ રવિવારે બપોરે પોતાના ઘરે પંખાના હૂક સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો. બનાવની જાણ થતાં માલવિયાનગર પોલીસ સ્ટેશનના એએસઆઇ ઉમેદભાઇ પવાર સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી. તબીબના આપઘાત પાછળ ગૃહકલેશ કારણભૂત હોવાનું બહાર આવ્યું હતું.

 

આગળની સ્લાઇડ્સ શહેરની ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી પૂજા સાથે પ્રેમ થયા બાદ બંનેએ સાત મહિના પૂર્વે લગ્ન કરી લીધા હતા.

 

તસવીરો: પ્રકાશ રાવરાણી, રાજકોટ.