રાજકોટ જિલ્લા પંચાયત તોડવાનો તખ્તો તૈયાર, CM પોતે કરે છે મોનિટરિંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: રૂપાણીના હોમટાઉનમાં કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયત ડગમગી રહી છે. આવતીકાલે શુક્રવારે અવિશ્વાસની દરખાસ્ત મુકવામાં આવશે. ભાજપ સંખ્યાબળનો દાવો કરી રહી છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપે કોંગ્રેસના સભ્યોનો જ ઉપયોગ કરીને પંચાયત તોડવાનો વ્યૂહ રચ્યો છે અને સફળ થઇ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રૂપાણી પોતે જ તેના મોનિટરિંગમાં તખ્તો તૈયાર કરી રહ્યાં છે.


આની જવાબદારી જયરાજસિંહ જાડેજા અને ભરત બોઘરાને સોંપવામા આવી છે. ભાજપે દાવો કર્યો છે કે, પોતાની પાસે 24 સભ્યો ઉપરાંત  વધુ 3 સભ્યો કેમ્પ તરફ રવાના થતા સભ્ય સંખ્યા 27 થઇ ગઇ છે. ભાજપે પોતાના દાવાની ખરાઇ માટે કહ્યું હતું કે, ગુરુવારે કેમ્પમાં રાખેલા તમામ સભ્યોના ફોટા જાહેર કરવામાં આવશે. જ્યારે તેની સામે કોંગ્રેસે જણાવ્યું હતું કે, તેમની પાસે 15 સભ્યો છે અને તમામ ભેગા જ છે. 

 

ભાજપ સભ્યોને રાજસ્થાન તરફ લઇ ગયાની વાત, કાલે અવિશ્વાસની દરખાસ્તની પૂરી શક્યતા

 

સીએમ રૂપાણી તેના હોમટાઉનમાં કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતને તોડવાનો તખ્તો તૈયાર કરી રહ્યાં છે, ભાજપ રાતોરાત જિલ્લા પંચાયતના સભ્યોને રાજસ્થાન તરફ લઇ ગયાનુ જાણવા મળી રહ્યું છે. કાલે સામાન્ય સભામાં મુખ્ય એજન્ડા સમિતિઓની રચના કરવાની છે. જેમાં જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ ખાટરિયાએ મૂકેલી પેનલની સામે ભાજપે પોતાના કેમ્પમાં બોલાવેલા સભ્યો પોતાની પેનલ રજૂ કરશે અને પછી મતદાનથી સમિતિઓ નક્કી થશે. સમિતિઓ બહુમતીના જોરે પોતાના તરફ કરી લીધા બાદ અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવશે. નિયમ મુજબ સામાન્ય સભામાં એજન્ડા સિવાયની દરખાસ્ત માત્ર અધ્યક્ષસ્થાન એટલે કે પ્રમુખ જ કરી શકે છે. એટલે સમાન્ય સભામાં દરખાસ્ત નહીં કરાય પણ એકવાર જિલ્લા વિકાસ અધિકારી બેઠક પૂર્ણ થયાની ઘોષણા કરશે કે તુરંત જ તે સ્થળે સભ્યો ભેગા થઇને ડીડીઓને અવિશ્વાસની દરખાસ્ત આપશે.

 

રાજકોટ જિલ્લા પંચાયતમાં નવા-જૂનીના એંધાણ, 24 સભ્યો રાતોરાત ગાયબ

 

 

આગળની સ્લાઇડ્સ ભરત બોઘરા અને જયરાજસિંહ પાડી રહ્યાં છે ખેલ.