તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટ જીલ્લા પંચાયતના સભ્ય કીશોરભાઈ પાદરીયા 2 લાખની લાંચ લેતા ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જેતપુર: જેતપુરની પેઢલા સીટ પરથી જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્યે એલ.ઇ.ડી  લાઈટના કોન્ટ્રાક્ટર પાસેથી કમિશન પેટે પૈસાની માગણી કરતા ફરિયાદીએ એ.સી.બી ને જાણ કરાતા એ.સી.બી એ લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. જેતપુર તાલુકાના કોંગ્રેસના જિલ્લા પંચાયતના સદસ્ય કિશોરભાઈ પોપટભાઈ પાદરિયા દ્વારા જિલ્લા પંચાયત સદસ્યની ગ્રાન્ટમાંથી જેતપુર તાલુકાના અલગ અલગ ગામોમાં એલઈડી લાઈટો લગાવવાના 15 લાખના  કામ બદલ કમિશનના લાંચ પેટેના રૂપિયા 2 લાખની લાંચની માગણી કરી હતી. જે અંગે કોન્ટ્રાક્ટરે આ અંગે એ.સી.બી. ને જાણ કરી હતી અને આરોપી તેમજ ફરિયાદીને જે મુજબ નક્કી થયેલ તે મુજબ જેતપુરના અંકુર હોટેલ પર મળવાનું નક્કી થયા મુજબ કોન્ટ્રાક્ટર કિશોરભાઈ પાદરિયાને 2 લાખ રકમ આપવા જતા જ એ.સી.બીની ટીમે ઝડપી લીધા હતા.

 

જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના બાગી જૂથનો સભ્ય


એલ.ઇ.ડી. લાઈટના કોન્ટ્રાક્ટર પાસેથી કમિશન પેટે બે લાખની લાંચમાં ઝડપાયેલા કિશોરભાઇ પાદરિયા જિલ્લા પંચાયતના બાગી જૂથના સભ્ય છે.જેમને પક્ષાંતરની નોટિસ પણ મળી ચૂકી છે જેની સુનાવણી 27મીઅે છે.