• Gujarati News
  • National
  • રાજકોટ: દૂધની ડેરીમાંથી 13 બાળ મજૂર છોડાવ્યા, ડેરીના MD વિરૂદ્ધ ફરિયાદ Rajkot Dairy MD Against FIR For Child Labour Case

રાજકોટ: દૂધની ડેરીમાંથી 13 બાળ મજૂર છોડાવ્યા, ડેરીના MD વિરૂદ્ધ ફરિયાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: માજ સુરક્ષા વિભાગ દ્વારા ગઇકાલે રાજકોટ સહકારી દૂધની ડેરીમાં દરોડા પાડ્યા હતા. જેમાં 13 બાળ મજૂરોને છોડાવ્યા હતા. તેમજ 20 બાળકોને ઇમિટેશનમાં કરતા છોડાવ્યા હતા. મુક્ત કરાયેલા તમામ બાળકોની ઉંમર 11થી 17 વર્ષની હતી. આથી 4 આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. ડેરીના એમડી આશિષચંદ્ર સિંહા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. અગાઉ સમાજ સુરક્ષા વિભાગે 73 બાળકોને મુક્ત કરાવ્યા હતા. 

 

ડેરીમાંથી મળેલા બાળકો યુપી અને બિહારના રહેવાસી 

 

દૂધની ડેરીમાંથી જે બાળકો છોડાવવામાં આવ્યા છે તે તમામ ઉત્તરપ્રદેશ અને બિહારના હોવાનું ખુલ્યું છે. ડેરીમાં કોણે કામ રખાવ્યા તે જાણવા માટે પોલીસ અને લેબર ઓફિસર તમામ બાળકોની પૂછપરછ કરી રહી છે. જે બાળકો શ્યામનગરમાંથી છોડાવાયા છે તે કોલકાતા અને બંગાળના રહેવાસી છે. 

 

આગળની સ્લાઇડ્સ પાનની પિચકારીથી રંગાયેલી ઓરડીમાં ગોંધી રખાતા.