તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટમાં દેશી બનાવટની 3 પીસ્ટલ, 1 તમંચો અને 20 જીવતા કાર્ટીઝ સાથે ત્રણ શખ્સો ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
3 પીસ્ટલ, એક તમંચો અને 20 જીવતા કાર્ટીઝ સાથે ત્રણ શખ્સો ઝડપાયા - Divya Bhaskar
3 પીસ્ટલ, એક તમંચો અને 20 જીવતા કાર્ટીઝ સાથે ત્રણ શખ્સો ઝડપાયા

રાજકોટ: શહેરના બાયપાસ રિંગરોડ, માર્કેટિંગ યાર્ડ પાસે એક શખ્સ ગેરકાયદેસર હથિયારોનો સોદો કરવા આવ્યો હતો. ક્રાઇમબ્રાન્ચે બાતમી આધારે તપાસ કરતા ત્રણ શખ્સો દેશી બનાવટની ત્રણ પીસ્ટલ, એક તમંચો અને 20 જીવતા કાર્ટીઝ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. 

 

પોલીસે આ ત્રણેય શખ્સોની ધરપકડ કરી 

 

પ્રાપ્ત વિગત મુજબ જાલાભાઇ સેલાભાઇ બાંભવા માર્કેટિંગ યાર્ડ પાસે ગેરકાયદેસર હથિયારો સાથએ સોદો કરવા આવ્યો હોય ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે તપાસ કરતા  તેની પાસેથી બે દેશી બનાવટની પીસ્ટલ, એક મેગઝીન અને બે જીવતા કાર્ટીઝ મળી આવ્યા હતા. તેમજ ભલાભાઇ કાળાભાઇ મુંધવા પાસેથી એક દેશી બનાવટની પીસ્ટલ, એક મેગઝીન અને 5 કાર્ટીઝ મળી આવ્યા હતા. કાનજીભાઇ વાઘાભાઇ ચાવડા પાસેથી એક દેશી બનાવટનો તમંચો અને 3 જીવતા કાર્ટીઝ મળી આવ્યા હતા. પોલીસે આ ત્રણેય શખ્સોની ધરપકડ કરી તેમની પાસે રહેલા ગેરકાયદેસર હથિયારો કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે. 

 

જૂનાગઢમાં સમોસા વેચતો પતિ ભરણપોષણ માટે 19,700નું ચિલ્લર લઇ પહોંચ્યો કોર્ટ