રાજકોટના કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા બન્યા ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ

divyabhaskar.com

Oct 11, 2018, 05:07 PM IST
મહિલાઓ અને યુવતીઓની અસલામતી મુદ્દે સરકારને ઘેરવામાં આવશેઃ ગાયત્રીબા વાઘેલા
મહિલાઓ અને યુવતીઓની અસલામતી મુદ્દે સરકારને ઘેરવામાં આવશેઃ ગાયત્રીબા વાઘેલા

રાજકોટઃ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ તરીકે આજે રાજકોટના કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાની નિમણૂંક કરવામાં આવી છે. ગાયત્રીબા વાઘેલા રાજકોટ મહાનગર પાલિકાના વિપક્ષના નેતા તરીકે પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે. આ અંગે ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું કે,મહિલા સંગઠન મજબૂત બનાવવામાં આવશે. મહિલાઓને સાથે રાખી ઘરે ઘરે પહોંચી પ્રશ્નોને વાચા આપવામાં આવશે.

(અ'વાદમાં GSTના આસિ.કમિ.ની દારૂ પી દાદાગીરી, પત્ની સાથે મળી પોલીસનો કોલર પકડી ભાંડી ગાળો)

મહિલાઓ અને યુવતીઓની અસલામતી મુદ્દે સરકારને ઘેરશે


તેમણે વધુમાં ઉમેર્યું કે, ગુજરાતમાં મહિલાઓ અને યુવતીઓની અસલામતી તેમજ સ્ત્રી સશક્તિકરણ મામલે સરકાર સામે વિરોધ કરવામાં આવશે. મોંઘવારી મામલે પણ મહિલા કોંગ્રેસ દ્વારા રજૂઆત કરાશે. તેની સાથે સાથે લોકસભાની ચૂંટણી સંદર્ભે મહિલા સંગઠનને મજબૂત કરી કોંગ્રેસને મજબૂત બનાવવા માટે પ્રયાસો કરવામાં આવશે.

X
મહિલાઓ અને યુવતીઓની અસલામતી મુદ્દે સરકારને ઘેરવામાં આવશેઃ ગાયત્રીબા વાઘેલામહિલાઓ અને યુવતીઓની અસલામતી મુદ્દે સરકારને ઘેરવામાં આવશેઃ ગાયત્રીબા વાઘેલા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી