• Gujarati News
  • National
  • Rajkot Corporation Opposition Leader Name Facebook Account And Upload Foreigner Girl

રાજકોટ મનપાના વિપક્ષ નેતાનું FBમાં નામ લખી વિદેશી યુવતીના ફોટા કર્યા અપલોડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: મહાનગરપાલિકાના કોંગ્રેસના વિપક્ષ નેતા વશરામ સાગઠિયાનું નામ લખી કોઇએ ફેસબુક પર વિદેશી યુવતીના ફોટા અપલોડ કર્યા છે. ફોટા અપલોડ કરી સ્ક્રિનશોટ પાડી સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરી દીધા. જો કે આ બાબતે વશરામ સાગઠિયાએ જણાવ્યું હતું કે, મારી પાસે પણ સોશિયલ મીડિયા થકી મારા નામવાળા ફેસબુકના સ્ક્રિનશોટ ફોટા આવ્યા છે. આ મુદ્દે પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી.

 

જરૂર પડ્યે સાયબર સેલમાં ફરિયાદ કરીશ

 

સાગઠિયાએ વધુમાં જણાવ્યું હતું કે, આ ફેસબુક એકાઉન્ટ મારૂ નથી પણ મારા નામ સાથે કોઇએ આ રીતનું કૃત્ય કર્યું છે. આ મુદ્દે પોલીસ કમિશનરને યોગ્ય તપાસ કરવા રજૂઆત કરી છે અને જરૂર પડશે તો સાયબર સેલમાં ફરિયાદ પણ કરીશ.

મોરબી જળ હોનારત: ફર્સ્ટ પર્સન; મારો પુત્ર મિત્રો સાથે નદીમાં પાણી જોવા ગયો પણ પરત ન આવ્યો