મંજૂરી / રાજકોટ મહાનગરપાલિકાનું 2126.10 કરોડનું બજેટ મંજૂર, બાળમજૂરો પાસે ચા-પાણી વિતરણ કરાયું

બજેટને મંજૂરી અપાઇ
બજેટને મંજૂરી અપાઇ
X
બજેટને મંજૂરી અપાઇબજેટને મંજૂરી અપાઇ

  • જ્યુબિલી ગાર્ડનનું નવીનીકરણ કરવામાં આવશે

DivyaBhaskar.com

Feb 11, 2019, 01:15 PM IST
રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાનું 2126.10 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. જેમાં નવા કરબોજ નામંજૂર કરવામાં આવ્યા છે. તેમજ 92 કરોડની નવી યોજનાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે. જેમાં 7 ઓવરબ્રિજ, અન્ડરબ્રિજને મંજૂરી આપવામાં આવી છે. ઐતિહાસિક જ્યુબિલી ગાર્ડનનું નવીનીકરણ કરવામાં આવશે. આ સિવાય હાઇજેનિક ફૂડ સ્ટ્રીટ, ત્રણ પાર્ટી પ્લોટ, ગાંધી મ્યુઝિયમથી જ્યુબિલી બાગને જોડતો ફૂટ ઓવરબ્રિજ સહિતના કામો કરવામાં આવશે. બજેટ મંજૂર કરવામાં આવ્યું ત્યારે મળેલી બેઠકમાં જ બાળમજૂરો પાસે ચા-પાણીનું વિતરણ કરવવામાં આવ્યું હતું. પાણી અને ચા આપતા કેટરિંગવાળા માણસોની ઉંમર 17 વર્ષની હતી. કોર્પોરેશનમાં નિયમોનો ઉલાળિયો થતા ચર્ચાનો વિષય બન્યો છે.

બજેટમાં ક્યાં શું બનશે

- રૈયા રોડ પર આમ્રપાલી ફાટકે અન્ડરબ્રિજ
- સિવિલ હોસ્પિટલ ચોકમાં ઓવરબ્રિજ 
- કાલાવડ રોડ પર કેકેવી ચોકમાં અન્ડરબ્રિજ
- પશ્ચિમ રાજકોટમાં નવા 3126 આવાસો 
- નવી 90 આંગણવાડીઓનું નિર્માણ
- કોઠારીયા અને ઢેબર રોડ પર નારાયણનગરમાં બે હોસ્પિટલ
- પાડાસણ, અમરગઢ, બાધી, રાજગઢમાં ચાર માલધારી વસાહતો
- 150 ફૂટ રિંગ રોડ પર બે ફૂટ ઓવરબ્રિજ
- દસ્તુર માર્ગ, આજી ચોકડી, બીઆરટીએસ ટ્રેક પર હેપી સ્ટ્રીટ 
- કોઠારીયા અને ભગવતીપરામાં બે નવી હાઇસ્કૂલ
- દરેક ગર્લ્સ સ્કૂલમાં સેનેટરી વેન્ડિંગ મશીન
- નવી 200 ઇલેક્ટ્રીક બસની ખરીદી
- નવી 100 બેટરી ઓપરેટેડ ઇ રિક્ષાની ખરીદી
- સાઇકલ ખરીદી પર પ્રોત્સાહન સ્વરૂપે 1 હજારનું રિફંડ
-350 કરોડના ખર્ચે સ્પોર્ટસ રેનાનું આયોજન કરવામાં આવ્યું

-100 કરોડનો સર્વોત્તમ પ્રોજેકટ

- 40 કરોડના ખર્ચે ઈન્ટરનેટ માટે ફાઇબર કેબલ.
- રૈયા સ્મશાનને ભારતનું સૌથી શ્રેષ્ઠ સ્મશાન બનાવવામાં આવશે 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી