રાજકોટ/BAPS સ્વામિનારાયણ મંદિરને 20 વર્ષ પૂર્ણ, દેશની 200 નદી-સરોવરના પાણીથી પાટોત્સવ વિધિ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
200 નદી અને સરોવરના પાણીથી પાટોત્સવ વિધિ કરાઇ - Divya Bhaskar
200 નદી અને સરોવરના પાણીથી પાટોત્સવ વિધિ કરાઇ

રાજકોટ: રાજકોટના કાલાવડ રોડ પર આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને 20 વર્ષ પૂર્ણ થતા પાટોત્સવ વિધિ યોજાઇ હતી. જેમાં ભારતની 200 નદીઓ અને સરોવરના પાણી ભરેલા કળશોનું પૂજન કરી ઠાકોરજીની પાટોત્સવ વિધિ કરવામાં આવી હતી. 

 

20 વર્ષ પહેલા પ્રમુખસ્વામી મહારાજે સ્થાપના કરી હતી

 

સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટને 20 વર્ષ પૂર્વે ઈ.સ.1998માં પ્રમુખસ્વામી મહારાજે દિવ્ય સ્વામિનારાયણ મંદિરની ભેટ આપી હતી. રાજકોટના નજરાણા સમા બીએપીએસ સ્વામીનારાયણ મંદિરને 20 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે એ નિમિત્તે કાલાવડ રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રાત:કાળે મંદિર પાટોત્સવ વિધિ તથા પંચામૃત જળથી ઉત્તમોત્તમ મહાઅભિષેક વિધિ મહંતસ્વામી મહારાજ અને સંતોના હસ્તે કરવામાં આવી હતી. આ અવસરે ભગવાનને આભૂષણો અને અલંકાર યુકત વાઘા પહેરાવી અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. પાટોત્સવની સાથે નીલકંઠવર્ણી મહારાજની પુન: પ્રતિષ્ઠા વિધિ અને નીલકંઠવર્ણી અભિષેક મંડપમની નવિનીકરણ વિધિ મહંતસ્વામી મહારાજના હસ્તે યોજાઇ હતી. 

 

રાજકોટ બી.એ.પી.એસ. મંદિરની વૈવિધ્યસભર વિશેષતા

 

- 205 ફૂટ લાંબુ, 135 ફૂટ પહોળું અને 78 ફૂટ ઊંચુ મંદિર
-27,270 ચો.ફૂટ મંદિરનો વિસ્તાર
- 58,000 ઘનફૂટ પથ્થરનો વપરાશ
- 500 સ્થપતિ અને શિલ્પીઓની 50 લાખ કલાકોની કૌશલ્યપૂર્ણ કામગીરી
- 5300 ટન ગુલાબી પથ્થર સહિત 16,500 ટન પથ્થર નિર્મિત મંદિર
- રૂપકામયુક્ત 5  શિખરો
- મુખ્ય મંડપમાં 80 કલાત્મક સ્તંભ
- 108 સ્તંભપંક્તિથી શોભિત રંગમંડપ
- 250થી વધુ દેવ-દેવી તથા ભક્તોની પ્રતિમા તથા સૌથી વધારે નાજુક તોરણો, કમાનો, ઝરૂખા, ગવાક્ષો વગેરેથી 

વાસ્તુશાસ્ત્ર પર આધારિતમંદિર

અન્ય સમાચારો પણ છે...