• Gujarati News
  • National
  • રાજકોટ: ધોળે દિવસે 5 વર્ષની બાળકીની અપહરણની બની ઘટના | Rajkot: A Case Of Kidnapping Of A 5 year old Girl

રાજકોટ: ધોળે દિવસે 5 વર્ષની બાળકીની અપહરણની બની ઘટના

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: રાજકોટ શહેરમાં ધોળે દિવસે આસરે ૧૨:૦૦ વાગ્યે 5 વર્ષની નાની બળકીની અપહરણની ઘટનાના કારણે ચારેય બાજૂ હલ્લા-બોલ મચી ગઇ હતી.

આ ઘટના ત્યારે બની હતી જ્યારે કેવી ચોક ખાતે બાળકીને એક અજાણ્યો શખ્સ વીસ રુપીયા લાલચ આપી  ઉપાડીને ભાગતો હતો ત્યારે તેની માં જોઇ ગઇ. બાળાની માતા બુમાબુમ કરતાં માણસો ભેગા થઈ ગયા હતા અને શખ્સને પકડી લીધુ હતું અને પોલીસને સોંપી દીધું.  

 

આરોપી રાજકોટમાં વેઈટર તરીકે કામ કરતો હતો

ઉલ્લેખનીય છે કે બાળકીની માતા તેના સંતાનો સાથે ભીખ માંગી જીવન ગુજારે છે અને સાથે સાથે રમકડા વહેંચવાનુ પણ કામ કરે છે. પોલીસના જણાવ્યા મુજબ અજાણ્યા શખ્સનો નામ ગોપાલ લાલબહાદુર નેપાળી છે જે રાજકોટમા વેઈટર તરીકે કામ કરતો હતો.  પોલીસ માતા-પિતાને સાથે લઇ જઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

 

વધુ તસવીર જોવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...