રાજકોટ: ચાર પેટ્રોલ પંપ પર દરોડા, ગેરરિતી જણાશે તો કરાશે સીલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: રાજકોટ વહિવટી વિભાગ દ્વારા રાજકોટ જિલ્લાના ચાર પેટ્રોલ પંપમાં દરોડા હાથ ધરવામાં આવ્યા છે. જિલ્લાના શાપર, કોટડાસાંગાણી, માલિયાસણ અને સરધાર નજીક એક ડેપ્યુટી કલેક્ટર, એક મામલતદાર અને 6 તલાટી મંત્રી સહિત 20 અધિકારીઓ દ્વારા 

તપાસ હાથ ધરવામાં આવી છે. વહીવટી વિભાગ દ્વારા ભેળસેળ, પુરવઠા, સેનેટેશન, ફાયર સેફ્ટી સહિતના મુદ્દે ચકાસણી હાથ ધરવામાં આવી છે. વહીવટી વિભાગની તપાસમાં કોઇ ગેરરિતી સામે આવશે તો પેટ્રોલપંપ સીલ કરવા સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

 

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો.......

અન્ય સમાચારો પણ છે...