રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં 26 કરોડના ખર્ચે બનેલા ગાંધી મ્યુઝીયમનું 2 ઓક્ટોબરે PM હસ્તે ઉદ્ઘાટન

મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્રનું ઉદઘાટન કરવા વડાપ્રધાનને આમંત્રણ, 1 અને 2 ઓક્ટોબરે મોદી ગુજરાતના પ્રવાસે આવે તેવી શક્યતા

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Sep 08, 2018, 08:12 PM
prime minister will inaugurate rajkot mahatma gandhi museum

રાજકોટ: મહાનગરપાલિકાએ મહાત્મા ગાંધી જે વિદ્યાલયમાં અભ્યાસ કર્યો તે આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્ર બનાવી રહ્યું છે. અત્યંત આધુનિક કક્ષાના આ અનુભૂતિ કેન્દ્ર પાછળ રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી 26 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ વિભાગો ઊભા કરવામાં આવ્યા છે. મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્રનું વડાપ્રધાનના હસ્તે ઉદઘાટન થાય તે માટે મહાનગરપાલિકાએ ઇચ્છા વ્યક્ત કરી છે અને આ માટે વડાપ્રધાન કાર્યાલય સાથે કોમ્યુનિકેશન કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્ર માટે વધારાના 10 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો.

અનુભૂતિ કેન્દ્રનું કામ અંતિમ તબક્કામાં છે અને આગામી 8-10 દિવસમાં તે પૂર્ણ થઇ જવાની સંભાવના છે. આગામી 2 ઓક્ટોબર ગાંધી જન્મ જયંતી હોવાથી તે દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્રનું ઉદઘાટન કરે તે માટે પ્રયાસો થઇ રહ્યા છે. મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્રમાં ગાંધીજીના જીવનના તમામ પ્રસંગો રજૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સોવિનિયર શોપ, વર્કશોપ, લાઇબ્રેરી તેમજ સાત્વિક ભોજન મળી રહે તે માટે ફૂડ કોટ, વી.વી.આઈ.પી ઓફિસ, અદ્યતન પાર્કિંગ, ટિકિટ બારી, સ્ટોરરૂમ વિગેરે સુવિધા સાથે બનશે. મ્યુનિસિપલ કમિશન બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે અનુભૂતિ કેન્દ્રનુ ઉદઘાટન વડાપ્રધાનના હસ્તે થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ હજુ તેઓ આવી રહ્યાનુ ફાઇનલ થયુ નથી.

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

prime minister will inaugurate rajkot mahatma gandhi museum
prime minister will inaugurate rajkot mahatma gandhi museum
prime minister will inaugurate rajkot mahatma gandhi museum
prime minister will inaugurate rajkot mahatma gandhi museum
prime minister will inaugurate rajkot mahatma gandhi museum
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App