નરેન્દ્ર મોદી રાજકોટથી લડ્યા હતા પહેલી ચૂંટણી, આ બેઠક છે લક્કી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રચાર માટે મોદી છકડો રિક્ષામાં નીકળ્યા હતા - Divya Bhaskar
પ્રચાર માટે મોદી છકડો રિક્ષામાં નીકળ્યા હતા

રાજકોટ: રાજકોટ ધારાસભાની બેઠક 2 હવે પશ્ચિમની બેઠકથી ઓળખાય છે. આ બેઠક ભાજપનો ગઢ ગણવામાં આવે છે. અહીંથી કોઇ પણ ઉમેદવાર ઉભો રહે એટલે કેસરીયો લહેરાય તે નક્કી જ હોય છે. નરેન્દ્ર મોદી પહેલી ચૂંટણી રાજકોટની આ બેઠક પર લડ્યા હતા અને જીત હાંસલ કરી હતી. બાદમાં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને હાલ વડાપ્રધાન છે. રાજકોટની આ સીટ લક્કી માનવામાં આવે છે.

 

વજુભાઇએ મોદી માટે બેઠક ખાલી કરી હતી, સીધ્ધા સીએમ બન્યા હતા

 

આ બેઠક પર કર્ણાટકના ગર્વનર વજુભાઇ વાળા આ સીટ પરથી સતત જીતતા આવ્યાં હતા. આ બેઠક પરથી લડવા ભાજપના મોટાગજાના નેતા તલપાપડ હોય છે, આ બેઠક લક્કી માનવામાં આવે છે. અહીંથી જે ઉમેદવાર ઉભો રહે તો સીએમ સુધી પહોંચી શકે તેવી માન્યતાઓ છે અને એ સાચી પણ પડે છે. 2002ની સાલમાં મોદીનો જાદુ ગુજરાત પર છવાયો હતો. જેમાં મોદી મેજીક છવાયો હતો. સવાલ એ હતો કે તે મુખ્યમંત્રીના પ્રબળ દાવેદાર હતા. પરંતુ એક પણ વખત ધારાસભા લડ્યા નહોતા, મોદીને પણ ગુજરાતભરમાં રાજકોટની 2 નંબરની બેઠક જ સેઇફ લાગી અને અહીંથી ચૂંટણી લડ્યા અને જંગી બહુમતીથી જીત્યા હતા અને સીધા મુખ્યમંત્રી બની ગયા હતા.

 

14 હજારથી વધુ મતે મોદી વિજેતા બન્યા હતા

 

નરેન્દ્ર મોદી વર્ષો સુધી સંઘના પ્રચારક રહ્યા હતા. 1990ના દાયકામાં ભાજપના પ્રદેશ સંગઠન મહામંત્રી હતા. ઓકટોબર 2001માં તેમને મુખ્યમંત્રી પદની જવાબદારી સોંપવામાં આવેલ. તે વખતે તેઓ વિધાનસભાના સભ્ય ન હતા. મુખ્યમંત્રી તરીકે ટકી રહેવા 6 મહિનામાં વિધાનસભામાં ચૂંટાવુ અનિવાર્ય હતું. તે વખતે વજુભાઈ વાળાએ તેમના માટે રાજકોટ-2ની બેઠક ખાલી કરતા પેટા ચૂંટણી આવી હતી. જેમાં મોદીએ ઉમેદવારી કરી હતી. ફેબ્રુઆરી 2002માં મુખ્યમંત્રી તરીકે તેઓ રાજકોટથી પેટાચૂંટણી લડી અને જીત હાંસલ કરી હતી. ઘણાને ચૂંટણી જીતાડવાનો તેમને અનુભવ હતો પરંતુ જિંદગીની પહેલી ચૂંટણી તેઓ રાજકોટમાં લડેલા અને 14 હજારથી વધુ મતથી વિજેતા બન્યા હતા.

 

વજુભાઇ ગર્વનર બનતા બેઠક ખાલી થતા વિજય ભાઇ લડ્યા હતા.

 

2014માં વજુભાઇ વાળા ગર્વનર બનતા આ બેઠક પરથી રાજીનામું આપતા આ બેઠક પર પેટાંચૂંટણી આવી હતી. આ મુદ્દે ભાજપે વિજય રૂપાણીને મેદાનમાં ઉર્તાયા હતા. જેમાં વિજયભાઇનો વિજય થયો હતો અને એક જ વર્ષમાં તેને પ્રદેશ પ્રમુખ બનાવામાં આવ્યા અને બાદમાં સીધા સીએમ બની જતા આ બેઠકનો જાદુ ફરી જોવા મળ્યો હતો.

 

B'Day: 8-9 ઓરડામાં ઝાડુ-પોતા લગાવતા નરેન્દ્ર મોદી, 'વકીલ સાહેબ'-'પપ્પાજી' સામે નમતા 'નમો'

 

 

આગળની સ્લાઇડ્સ આ બેઠકના ઉમેદવારો ટોચ પર.