તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રેનમાં મુસાફરી કરવા માટે ગર્ભવતી મહિલાઓએ ડોક્ટરનું સર્ટિફિકેટ જોડવું પડશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: રેલવેએ હવે ગર્ભવતી માટે અલગ ક્વોટા ફાળવવાનું જાહેર કર્યું છે. આ માટે રેલવેએ રિઝર્વેશન ફોર્મના ફોર્મેટમાં પણ બદલાવ કર્યો છે. નવા ફોર્મમાં ગર્ભવતી માટે અલગ કોલમ હશે. તેમને રિઝર્વેશનમાં લોઅર ક્વોટામાં સીટ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સુવિધા પ્રાપ્ત કરવા માટે ગર્ભવતીએ ડોક્ટરનું સર્ટિફિકેટ સાથે જોડવું પડશે. વધુમાં નવા ફોર્મેટમાં યાત્રિકો માટે વિકલ્પ નામની નવી કોલમ પણ ઉમેરવામાં આવી છે જેમાં કોઈ એક ટ્રેનમાં જો ટિકિટ ઉપલબ્ધ ન હોય તો બીજી ટ્રેનમાં એ જ ટિકિટથી બર્થ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

 

રિઝર્વેશન ફોર્મમાં તે રૂટ પર 12, 24 અને 48 કલાકની અંદર ઉપડતી કોઈ એક ટ્રેનનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. નવા ફોર્મના ફોર્મેટમાં આધાર નંબર પણ દર્શાવવાનો રહેશે, જો કે તે ફરજિયાત નથી. પહેલી વખત દૂરંતો એક્સપ્રેસ શ્રેણીની થર્ડ અને સેકન્ડ એ.સી. ક્લાસમાં મુસાફરી કરવા માટે રિઝર્વેશન ટિકિટ લેતા સમયે યાત્રિક બેડરોલ લેવા ઈચ્છે છે કે કેમ તે ફોર્મમાં દર્શાવવું પડશે. રાજધાની, શતાબ્દી અને દૂરંતોમાં વેજ કે નોન વેજ ભોજન માટે ફોર્મમાં જ હા અથવા ના દર્શાવવું પડશે.

 

બાળકોની માહિતી અને બર્થ દર્શાવવા પડશે


રિઝર્વેશનના ફોર્મના નવા ફોર્મેટ પ્રમાણે જો યાત્રિક બાળક માટે આખી બર્થ લેવા ઇચ્છતા હોય તો ફોર્મમાં દર્શાવેલા વિકલ્પમાં ટીકમાર્ક કરવાનું રહેશે. તેના માટે મુસાફરે આખી ટિકિટનું ભાડું ચૂકવવું પડશે અને જો બાળક માટે બર્થ લેવા ન માગતા હોય તો ફોર્મમાં નહીં દર્શાવવાનું રહેશે.

 

1 જુલાઈથી લાગુ થશે નવો નિયમ


આગામી 1 જુલાઈથી રેલવે રિઝર્વેશનના નવા ફોર્મ અને ગર્ભવતીઓને અલગ ક્વોટા ફાળવવાનો નિયમ અમલી થશે. સાથે સાથે નવા ફોર્મમાં વિકલ્પ સ્કીમનો નવો ઓપ્શન પણ ઉમેરાયો છે. જેમાં યાત્રિકોને જે-તે ટ્રેનમાં સીટ ઉપલબ્ધ ન હોય તો 48 કલાકની અંદર અન્ય ટ્રેનમાં કન્ફર્મ સીટ ઉપલબ્ધ હશે તો ફાળવવામાં આવશે.

 

એક ટ્રેન બદલવાનો વિકલ્પ મળશે


રેલવેની નવી સિસ્ટમ પ્રમાણે 48 કલાક દરમિયાન તે જ રૂટની ટ્રેનમાં બર્થ ઉપલબ્ધ હશે તો યાત્રિકને તે પસંદ કરવાનો વિકલ્પ મળશે. દા.ત રાજકોટથી મુંબઈ 7 જૂને 3.30 કલાકની ટ્રેનમાં કોઈ યાત્રિકની કન્ફર્મ ટિકિટ ન થાય તો ત્યારપછીના 48 કલાક સુધીમાં અન્ય મુંબઈ જતી ટ્રેનમાં જો સીટ ઉપલબ્ધ હશે તો તેને બદલવાનો ઓપ્શન મળશે.

અન્ય સમાચારો પણ છે...