પ્રમુખસ્વામી જન્મજયંતી મહોત્સવ: 15 હજાર મહિલાઓની હાજરીમાં યોજાયું ‘વિરાટ મહિલા સંમેલન’

DivyaBhaskar.com

Dec 06, 2018, 10:10 PM IST
pramukhswami janmjyanti mahotsav rajkot day two
pramukhswami janmjyanti mahotsav rajkot day two
pramukhswami janmjyanti mahotsav rajkot day two
સ્વામીનારાયણ નગરનો ઝગમગાટ
સ્વામીનારાયણ નગરનો ઝગમગાટ

* મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં મહિલા સંમેલન


* પહેલા દિવસે જ મોટી સંખ્યામાં જોવા મળ્યો ભાવિક ભક્તોનો જમાવડો

રાજકોટ: પ્રમુખસ્વામીના 98મા જન્મજયંતી મહોત્સવ નિમિતે યોજાનાર ભવ્ય કાર્યક્રમમાં આજે મહિલા સંમેલન યોજાયું હતું. જેમાં આનંદીપટેલ અને અંજલિ રૂપાણી સહિતના મહાનુભવો હાજર રહ્યાં હતાં. આ મહિલા સંમેલનમાં 15 હજારથી વધુ મહિલાઓએ ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમનો લાભ લીધો હતો.

1 હજાર સ્વયંસેવકો મહોત્સવ નહીં માણી શકે, શ્રદ્ધાથી સેવા આપશે

મહોત્સવ દરમિયાન હાઈવે પર ટ્રાન્સપોર્ટ અને પાર્કિંગ વિભાગના 1 હજારથી વધુ સ્વયંસેવકો એવા છે, જેઓ મહોત્સવ સ્થળથી દૂર ફરજ બજાવે છે. જેઓ 11 દિવસ દરમિયાન તેઓ મહોત્સવ નહીં માણી શકે પરંતુ પ્રમુખસ્વામી બાપાની જન્મજયંતી અવસરે દિવસ-રાત સેવામાં જોડાયા છે. જે બાપા પ્રત્યેની તેમની શ્રદ્ધા દર્શાવે છે. વહેલી સવારે 4.30 કલાકથી આ તમામ સ્વયંસેવકો હાઈવે પર સેવામાં લાગી જાય છે અને અવિરત સેવા આપે છે.

પહેલા દિવસે 5 હજારથી વધુ વિદ્યાર્થીઓએ પ્રદર્શન નિહાળ્યું

પ્રમુખસ્વામી મહારાજના 98માં જન્મજયંતી મહોત્સવનું બુધવારે મહંતસ્વામી અને મુખ્યમંત્રીના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારે પ્રથમ દિવસે રાજકોટ અને આસપાસના ગામ-તાલુકાની અનેક શાળાઓના 5000થી વધુ વિદ્યાર્થીઓ મહોત્સવમાં જોડાયા હતા અને જુદા જુદા પ્રદર્શન ખંડની મુલાકાત લઈને પ્રમુખસ્વામી મહારાજના જીવન ચારિત્ર્ય અને વ્યક્તિત્વથ વાકેફ થયા હતા.

X
pramukhswami janmjyanti mahotsav rajkot day two
pramukhswami janmjyanti mahotsav rajkot day two
pramukhswami janmjyanti mahotsav rajkot day two
સ્વામીનારાયણ નગરનો ઝગમગાટસ્વામીનારાયણ નગરનો ઝગમગાટ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી