• Gujarati News
  • National
  • CMના ઘરે મહિલાની આત્મવિલોપનની ચીમકી, BJP પૂર્વ MLA સામે ફરિયાદ કરો Police Security In CM Home At Rajkot For Will Be Woman Attempt Suicide

CMના ઘરે મહિલાની આત્મવિલોપનની ચીમકી, BJP પૂર્વ MLA સામે ફરિયાદ કરો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: રાજકોટમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિવાસ્થાને આજે હેતલ મકવાણા નામની મહિલાએ આત્મવિલોપનની ચીમકી આપતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો હતો. મહિલા આત્મવિલોપન કરવાનો પ્રયાસ કરતા જ પોલીસે મહિલા સહિત ચારની અટકાયત કરી હતી અને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા.  આત્મવિલોપન કરશે તેવું જાણવા મળતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ, ફાયર સહિતનો સ્ટાફ ખડેપગે રાખી દેવામા આવ્યો હતો. મહિલાની માંગ છે કે પડધરી પાસે થયેલી મારામારીમા ભાજપના પૂર્વ ધારાસભ્ય રમેશ રૂપાપરાનું નામ ઉમેરવામાં આવે.

પડધરીના નાની અમરેલી ગામે મારામારી થઇ હતી

 

થોડા દિવસ પહેલા પડધરીના નાની અમરેલી ગામે મારામારી કેસમા એફઆઇઆરમાં ભાજપના ધારાસભ્યનું નામ ઉમેરવા માંગ ઉઠી છે. આ કેસમાં હવામાં ફાયરિંગ થયા હતા અને મારામારી થઇ હતી. અને ઇજાગ્રસ્ત રમેશભાઇ મકવાણાને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસ પર આક્ષેપ થઇ રહ્યા છે કે પોલીસ તપાસ ઢીલી રીતે થઇ રહી છે, આજે તેની પત્ની હેતલ મકવાણા નામની મહિલા ન્યાય માટે આત્મવિલોપન કરવા આવી હતી પરંતુ આત્મવિલોપનનો પ્રયાસ કરનાર હેતલની અટકાયત કરાઇ હતી.

 

આગળની સ્લાઇડ્સ શું છે આખી ઘટના.