તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટ પોલીસે ઘટનાનું કરાવ્યું રિકન્સ્ટ્રક્શન, બાળકને ડૂમો દઇ પતાવી દીધો, લાશ ભરેલો કોથળો બાઇક પર રાખ્યો, અંતે લાશ ફેંકી દીધી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આરોપી પાસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવાયું - Divya Bhaskar
આરોપી પાસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવાયું

રાજકોટ: શહેરના સોરઠિયાવાડી સર્કલ નજીક રૂમમાં 8 વર્ષના બાળકની ડૂમો દઇ હત્યા કરનાર આરોપી પાસે પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવી આરોપી વિરુધ્ધ સાંયોગિક પુરાવા ઊભા કર્યા હતા. બાળકને રૂમમાં લઇ ગયો, કેવી રીતે ડૂમો દીધો, લાશ કોથળામાં કેવી રીતે પેક કરી, બાઇકમાં રાખી ફેંકવા ગયો સહિતની ઘટના આરોપીએ પોલીસ સમક્ષ કરી બતાવી હતી.

 

આરોપી પાસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવાયું


સોરઠિયાવાડી સર્કલ પાસે તંબુમાં બૂટ-ચપ્પલનો ધંધો કરતા મુળ યુ.પી.ના બિટ્ટુ ચમનસીંગ જીવરે (ઉ.વ.38) ગુરૂવારે રાત્રે તેના તંબુમાં સૂતેલા 8 વર્ષના વિશ્વાસ બારિયા પર નજર બગાડી તેને રૂમમાં સુવા લઇ ગયા બાદ તેના પર સૃષ્ટિવિરુધ્ધનું કૃત્ય આચરવાનો પ્રયાસ કર્યો હતો. બાળકે પ્રતિકાર કરતાં બિટ્ટુએ રૂમાલથી મોઢે ડૂમો દઇ બાળકની હત્યા કરી નાખી હતી અને લાશ ધાબળામાં વિંટાળ્યા બાદ લાશ શણના કોથળામાં નાખી હતી અને તે કોથળો પ્લાસ્ટિકના કોથળામાં પેક કરી દીધો હતો.

 

ત્યારબાદ કોથળો બાઇક પર રાખી ગોંડલ રોડ ચોકડીથી આજીડેમ ચોકડી તરફ લઇ જઇ અવાવરું સ્થળે લાશ ભરેલો કોથળો ફેંકી દીધો હતો. ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ વી.કે.ગઢવી સહિતના સ્ટાફે સોમવારે સાંજે આરોપી પાસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. બાળકને તંબુથી ઉઠાવી, હત્યા અને લાશ ફેંકવા સહિતની ઘટના આરોપીએ કરી બતાવી હતી. સરકારી પંચોની હાજરીમાં રિકન્સ્ટ્રક્શન કરાવાયું હતું