રાજકોટમાં કોલેજ બહાર રોમીયોગીરી કરતા યુવાનોના સીન વીખતી પોલીસ, ઉઠક-બેઠક કરાવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: રાજકોટમાં અસામાજીક તત્વો અને રોમીયોનો ત્રાસ વધતો જાય છે. ત્યારે આજે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કોલેજ બહાર રોમીયોગીરી કરતા યુવાનોના સીન વીખી શાન ઠેકાણે લાવવામાં આવી હતી. રોમીયોગીરી કરતા યુવાનોને કોલેજ બહાર જ પકડી પાડ્યા હતા અને સ્થળ પર ઉઠક-બેઠક કરાવવામાં આવી હતી. 

 

કોલેજીયન યુવતીઓની છેડતી કરનારા ઝપટે ચડ્યા 

 

રાજકોટમાં કોલેજ બહાર યુવતીઓની છેડતી કરનારા શખ્સો પોલીસની ઝપટે ચડી ગયા હતા. પોલીસે જાહેરમાં જ ઉઠક બેઠક કરાવી છેડતી કરનારા શખ્સોને સબક શીખવાડી હતી. શહેરની મોટાભાગની કોલેજોમાં રોમીયોગીરી કરાત શખ્સો કોલેજ બહાર પડ્યા પાથર્યા રહેતા હોય છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 

 

રાજકોટમાં આંગણવાડી કાર્યકરોનું જેલભરો આંદોલનઃ પોલીસ સાથે ઘર્ષણ, અટકાયત

 

 

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો.....

 

તસવીરો: પ્રકાશ રાવરાણી, રાજકોટ.