Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Rajkot City » police arrested wapon create industry at rajkot with 4 person

15મી ઓગસ્ટ પહેલા રાજકોટમાં હથિયાર બનાવતું કારખાનું ઝડપાયું, 17 દેશી તમંચા સાથે 4ની ધરપકડ

Divyabhaskar.com | Updated - Aug 13, 2018, 03:55 PM

98 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો, છેલ્લા 15 દિવસથી આ કારખાનામાં દેશી બનાવટના હથિયારો બનાવવામાં આવતા હતા

  • રાજકોટ પોલીસે હથિયારો બનાવતું કારખાનું ઝડપી પાડ્યું

    રાજકોટ: 15મી ઓગસ્ટ નજીક છે ત્યારે રાજકોટના અટિકા વિસ્તારમાં કોઠારીયા રોડ પર કૃષ્ણનગર-1માં આવેલી શક્તિ ઇન્ડસ્ટ્રીઝમાં હથિયાર બનાવવામાં આવતા હોવાનો પર્દાફાશ થયો છે. એસઓજી પોલીસ બાતમીના આધારે દરોડો પાડતા હથિયાર બનાવતું કારખાનું ઝડપી પાડ્યું છે. પોલીસ 17 દેશી તમંચા સાથે 4 શખ્સોની ધરપકડ કરી છે. છેલ્લા 1 મહિનાથી આ કારખાનામાં દેશી બનાવટના હથિયારો બનાવવામાં આવતા હતા અને પોલીસે 98 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

    પકડાયેલા આરોપીઓ

    કારખાનામાં ગેરકાયદેસર દેશી બનાવટના હથિયારો બનાવતા ચાર આરોપીની પોલીસ ધરપકડ કરી છે. જેમાં હિરેન જેન્તીભાઇ સરધારા, હર્ષદ અરજણભાઇ હોથી, અલ્પેશ કેશુભાઇ વસાણી અને બાલુભાઇ શંકરભાઇ સાસોદીયાનો સમાવેશ થાય છે.

    પોલીસે કબ્જે કરેલો મુદ્દામાલ

    પોલીસે કારખાનામાંથી 17 દેશી તમંચા, 17 લાકડાના બટ, 10 લોખંડની બોડી, 9 બેરલ, 10 બેરલ બનાવવાના પાઇપ, 11 ફાયર પોઇન્ટનો લોખંડનો ભાગ, 18 બોડી ફિટિંગના ચીપીયા, 8 બોડી ફિટિંગના ચીપીયા, 10 ટ્રીગલ ગાર્ડ, 11 ફાયર પીન, 13 ફાયર પોઇન્ટ, 5 લોખંડના બેરલ સપોર્ટર અને 6 લોખંડની બટ અને બોડીનો સમાવેશ થાય છે.

    શું કહ્યું પોલીસ કમિશનરે

    રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, 1 મહિનાથી કારખાનું ચાલતું હતું. હથિયારો બનાવી કોને આપવામાં આવતા, આનો ઉદ્દેશ શું હતો, હથિયાર બનાવવામાં કોઈની મદદ મળતી કે નહીં, ભાવ શું હતો તે બધું આરોપીની પૂછપરછ બાદ જ બહાર આવશે. હથિયાર તાલીમ વગર ન બને, મુખ્ય આરોપી હિરેન પટેલ છે. એક બે ડિઝાઈનના કાગળ પણ મળ્યા છે, હાલ તો આરોપીઓ પાસેથી સસ્તા ભાવે હથિયાર બનાવી વધુ નફો લેવાની વાત જાણવા મળી છે.

    ધાનાણી મારી સામેના આક્ષેપો સાબિત કરે, નહીં તો કોર્ટમાં ખેંચી જઈશઃ ફળદુ

    વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો......

  • police arrested wapon create industry at rajkot with 4 person
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    4 આરોપીની ધરપકડ કરાઇ
  • police arrested wapon create industry at rajkot with 4 person
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    છેલ્લા 1 મહિનાથી હથિયારો બનાવવામાં આવતા હતા
  • police arrested wapon create industry at rajkot with 4 person
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    અહીં બનાવવામાં આવતા હતા હથિયાર
  • police arrested wapon create industry at rajkot with 4 person
    ઓરડીમાં હથિયાર બનાવાતા
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending